Last Updated on by Sampurna Samachar
ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા સૌથી ઉપર
નવા ટેરિફ આગામી વર્ષે ૨૦૨૬થી લાગૂ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયામાં એકવાર ફરીથી ટેરિફ વોર થતી જોવા મળી રહી છે. અમેરિકા જ્યાં દુનિયાભરના દેશો પર ટેરિફ નાખીને ઝટકો આપી રહ્યું છે ત્યાં હવે અન્ય એક દેશ પણ તે લાઈનમાં આવી ગયો છે. અમેરિકાના પાડોશી મેક્સિકોએ પણ મોટું પગલું ભરતા ભારત, ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આવતા સામાન પર હાઈ ટેરિફ લગાવવાનો ર્નિણય લીધો છે. જે અમેરિકાની જેમ જ ૫૦ ટકા ટેરિફ હશે.

સીનેટે આ પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી દીધી છે અને નવા ટેરિફ આગામી વર્ષે એટલે કે ૨૦૨૬થી લાગૂ થશે. આ ર્નિણય ખાસ કરીને આવા દેશો માટે મોટો ઝટકો સમાન હશે જેમને મેક્સિકો સાથે કોઈ વેપાર સંધિ નથી.
વેપાર સમૂહોએ આ ટેરિફ હાઈકનો વિરોધ કર્યો
રિપોર્ટ મુજબ મેક્સિકો દ્વારા વધારવામાં આવેલો ટેરિફ આગામી વર્ષ ૨૦૨૬થી લાગૂ થશે. આ ર્નિણયથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા સૌથી ઉપર છે. આ તમામ દેશોથી આવતા ઓટો પાર્ટ્સ, ટેક્સટાઈલ, સ્ટીલ સહિત અન્ય સામાન પર આગામી વર્ષથી મેક્સિકો ૫૦ ટકા સુધી ટેરિફ વસૂલશે.
સીનેટમાં પાસ કરાયેલા પ્રસ્તાવ મુજબ આ ઉપરાંત અનેક સામાન પર ટેરિફને વધારીને ૩૫ ટકા સુધી કરાઈ રહ્યો છે. આ ટેરિફ વધારનારા બિલના પક્ષમાં મેક્સિકોની સીનેટમાં ૭૬ મત પડ્યા જ્યારે વિરોધમાં ફક્ત ૫ મત પડ્યા. આ ઉપરાંત ૩૫ ગેરહાજર રહ્યા અને આ સાથે બિલ પાસ થઈ ગયું.
વાત જાણે એમ છે કે અમેરિકાની જેમ મેક્સિકોએ પણ આ ટેરિફ વધારવાનું પગલું પોતાના સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુસર ઉઠાવ્યું છે. જોકે તેની અસર કેટલી થશે તે તો આવનારો સમય જ કહેશે. જોકે વેપાર સમૂહોએ આ ટેરિફ હાઈકનો ખુબ વિરોધ પણ કર્યો છે.
રિપોર્ટ મુજબ મેક્સિકો ટેરિફ હાઈકના આ પગલા અંગે વિશ્લેષકો અને પ્રાઈવેટ સેક્ટરોએ તર્ક આપ્યો છે કે આ ર્નિણય વાસ્તવમાં અમેરિકાને ખુશ કરવા અને આગામી વર્ષે ૩.૭૬ અબજ ડોલરનો વધારાનો રાજસ્વ ઉભો કરવા માટે લેવાયો છે કારણ કે મેક્સિકો પોતાની રાજકોષીય ખાદ્યને દૂર કરવાનો પ્રયત્ન કરે છે.
મેક્સિકોની સીનેટ દ્વારા મંજૂર કરાયેલા સંશોધિત વિધેયકમાં પહેલા પ્રસ્તાવની સરખામણીમાં ઓછી ઉત્પાદન શ્રેણીઓઓ સામેલ છે. લગભગ ૧૪૦૦ આયાતિત સામાનો પર ટેક્સ લગાવતા બિલને પહેલાના અટકેલા સંસ્કરણથી હળવું કરાયું છે કારણ કે તેમાંથી અનેક સામાન પર ટેરિફના દરને ૫૦ ટકાથી ઓછા રખાયા છે. જાે કે મેક્સિકોએ અગાઉ પણ ચીની સામાન પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી અને અમેરિકાને ખુશ કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેની કઈ વધુ અસર જાેવા મળી નહતી.