Last Updated on by Sampurna Samachar
પોલીસે સાસુ – જમાઇને છોડી દીધા તો પરિવારે પણ ન સ્વીકાર્યા
જમાઈ અને તેની નવી દુલ્હનનું ઠેકાણું સામે આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના અલીગઢમાં જમાઈ-સાસુની લવ સ્ટોરી થોડા દિવસ પહેલા ખૂબ ચર્ચામાં આવી હતી. એક કળિયુગી માં એ જે રીતે પોતાની દીકરીના થનારા વરરાજાને છીનવી લીધો અને જમાઈ સાથે ભાગી ગઈ હતી, તેને જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા. ૧૦ દિવસ બાદ પોલીસે તેમને પકડી લીધા અને પૂછપરછ કરી તો કેટલાય ચોંકાવનારા ખુલાસા થયા.

આખરે પોલીસે સાસુ-જમાઈની જોડીને છોડી મૂક્યા. ત્યાર બાદ પરિવારના લોકોએ પણ બંનેને સ્વીકારવાની ના પાડી દીધી હતી અને ઘરમાં ઘૂસવા નહોતા દીધા. ત્યાર બાદ કેટલાય દિવસ સુધી બંનેને કોઈ પત્તો નહોતો. પણ હવે જમાઈ અને તેની નવી દુલ્હનનું ઠેકાણું સામે આવ્યું છે. આ બંને ગુજરાતમાં રહેવા લાગ્યા છે.
દિકરીના વરરાજા પર સાસુનુ દિલ આવ્યું
ઘટનામાં એમ છે કે મડરાકના મનોહરપુર કાયસ્થના જિતેન્દ્રે પોતાની દીકરીના લગ્ન દાદોના મછરિયા ગામના રાહુલ સાથે નક્કી કર્યા હતા. ૧૬ એપ્રિલના રોજ જાન આવવાની હતી. આ અગાઉ જિતેન્દ્રની પત્ની સપના ઉર્ફ અનીતા ઉર્ફ અપના દેવી જમાઈ પર ફિદા થઈ ગઈ. બંને ૬ એપ્રિલના રોજ ઘરેથી ભાગી ગયા.
૧૦ દિવસ બાદ પોલીસમાં જઈને બંનેએ સરેન્ડર કરી દીધું. પરિવાર પરામર્શ કેન્દ્રમાં થયેલી કાઉન્સેલિંગ બાદ મહિલા રાહુલ સાથે જવાની જીદે ચડી. સાસુએ જણાવ્યું કે, જિતેન્દ્ર તેને મારતો હતો. સાથે જ બંનેને લગ્નની વાત પણ સામે આવી છે. ત્યાર બાદ પોલીસે તેમને મુક્ત કરી દીધા હતા. પોલીસમાંથી મુક્ત થયા બાદ રાહુલ ઘરે પહોંચ્યા, જ્યાં ગામના લોકો અને પિતાએ તેમને કાઢી મૂક્યા. ત્યાર બાદ બંને અનીતાના પિયરમાં પહોંચ્યા, ત્યાં પણ કોઈએ રાખ્યા નહીં. ત્યાર બાદ બંને ગુજરાતમાં આવી ગયા. કહેવાય છે કે, દાદો વિસ્તારના ગામ નગલા મછરિયાના રહેવાસી રાહુલ પહેલાથી ગુજરાતમાં કામ કરતો હતો. હવે ગુજરાતમાં આવીને સાસુ-જમાઈએ નવું જીવન શરૂ કર્યું છે.
આ બાજુ યુવકને તેના પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી દીધો છે. તેમણે કહ્યું કે, “આ સંબંધ મને માન્ય નથી. મારા માટે દીકરો મરી ગયો છે.” તો વળી સાસુ-જમાઈનું પ્રકરણ સામે આવ્યા બાદ સરપંચ પુત્ર વિનીત નાયક અને રાહુલના પિતાને ફોન પર કોઈએ ધમકી આપી હતી. પિતાને આખા પરિવારને ઉઠાવી લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.