Last Updated on by Sampurna Samachar
કિશોરની માતાએ પોતાની વ્યથા જણાવી ન્યાયની માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળમાં એક ૧૫ વર્ષના વિદ્યાર્થીએ પોતાના રંગને કારણે શાળામાં રેગિંગ અને ઉત્પીડનનો સામનો કર્યા બાદ આત્મહત્યા કરી લીધી. ૧૫ જાન્યુઆરીના રોજ, શાળાએથી ઘરે પાછા ફર્યા બાદ, મિહિર અહેમદે તેની ઇમારતના ૨૬ મા માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી.
તેની માતાનો દાવો છે કે તેને “ટોઇલેટ સીટ ચાટવા માટે દબાણ કરવામાં આવ્યું હતું” અને “તેને ફ્લશ કરવા માટે તેનું માથું ટોઇલેટ સીટમાં ઘુસાડવામાં આવ્યું હતું”. અહેમદ એર્નાકુલમના તિરુવન્નીયુરમાં ગ્લોબલ પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી હતો.
ત્રિપુનિથુરાના હિલ પેલેસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, અને માતાએ બાળ આયોગને અરજી દાખલ કરી છે, જેમાં અહેમદના દુર્વ્યવહારની તપાસની વિનંતી કરવામાં આવી છે. આમાં અહેમદની પાછલી શાળા, GEMS કોચીના વાઇસ પ્રિન્સિપાલ દ્વારા કથિત ગેરવર્તણૂક અંગેની ફરિયાદનો પણ સમાવેશ થાય છે.
“હું એક શોકગ્રસ્ત માતા છું જે મારા પુત્ર માટે ન્યાય માટે લડી રહી છે, જે એક ખુશ અને પ્રેમાળ બાળક હતો,” અહેમદની માતા રઝના પીએમએ કહ્યું. તે દિવસે, મિહિર શાળાએથી ઘરે પાછો ફર્યો, અને તેણે કોચીના ત્રિપુનિથુરાના ચોઇસ પેરેડાઇઝમાં અમારા ઘરના ૨૬મા માળેથી કૂદીને પોતાનું જીવન સમાપ્ત કર્યું ત્યારે મારી તો આખી દુનિયા લૂંટાઈ ગઈ.
પરિવારે તેના મિત્રો અને સહપાઠીઓ સાથે વાત કરીને અને તેના સોશિયલ મીડિયા સંદેશાઓ જોઈને સમજવાનો પ્રયાસ કર્યો કે એક બાળકે આવું પગલું કેમ ભર્યું? અમને ખબર પડી કે તેની સાથે કેટલો ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું, “સ્કૂલમાં અને સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓના એક ટોળા દ્વારા તેને રેગ કરવામાં આવ્યા હતા. તેને ધમકી આપવામાં આવી હતી અને માર પણ મારવામાં આવ્યો હતો.”
બાળકની માતાએ કહ્યું, મિહિરને માર મારવામાં આવ્યો હતો અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેને બળજબરીથી વોશરૂમમાં લઈ જવામાં આવ્યો. ટોયલેટ સીટ ચાટવાનું કહેવામાં આવ્યું અને ફ્લશ કરતી વખતે તેનું માથું ટોયલેટમાં ધકેલી દેવામાં આવ્યું. આવી ક્રૂરતાએ તેને અંદરથી તોડી નાખ્યો હતો. તેના રંગને કારણે તેને ત્રાસ આપવામાં આવ્યો હતો.”