Last Updated on by Sampurna Samachar
પૂરની ઝપેટમાં આવી જતાં ૩૭ લોકોના મોતની માહિતી
શાળાને ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરક્કોના શહેર સાફીમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરની ઝપેટમાં 30 થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આખી રાત ભારે વરસાદ વરસ્યો અને અચાનક આવેલા પૂરને કારણે ૭૦ ઘરો પાણીમાં ડૂબી ગયા પરિસ્થિતિને ધ્યાને રાખીને ત્રણ દિવસ શાળાઓ બંધ રાખવામાં આવી છે.

મોરક્કોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રવિવારની આખી રાત વરસેલા વરસાદે મોરક્કોના સાફી શહેરમાં તબાહી મચાવી છે. જેને કારણે ૭૦ ઘરો પાણીમાં ડૂબ્યા આ સિવાય વાહનો પણ તણાવા લાગ્યા હતા. આ પૂરમાં ૩૭ લોકોના મોતી નીપજ્યા છે અને અનેક લોકો હજુ પણ ગુમ છે. હાલની પરિસ્થિતિને કારણે શાળાને ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે.
ભારે વરસાદને કારણે અનેક કાર્સ ડૂબતી જોવા મળી
વરસાદને કારણે અન્ય ભાગોમાં પણ પૂર આવ્યુ છે. જેમાં ટેટુઆન અને ટગહિર શહેરમાં સામેલ છે. મોરક્કોની રાજધાની રબાતથી ૩૨૦ કિલોમીટર દૂર એટલાન્ટિક તટ પર સ્થિત સાફી શહેર, દેશના મહત્વપૂર્ણ મત્સ્ય પાલન અને ખનન ઉદ્યોગોનુ કેન્દ્ર છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સાફીના રસ્તાઓ પર પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા. ભારે વરસાદને કારણે અનેક કાર્સ ડૂબતી જોવા મળી હતી. જળવાયુ પરિવર્તને મોરક્કોમાં હવામાન પેટર્નને વધારે અપ્રત્યાશિત બનાવી છે. ગયા વર્ષે મોરોક્કો અને અલ્જેરિયામાં સામાન્ય રીતે સૂકા પર્વતીય અને રણ વિસ્તારોમાં પૂર આવતા લગભગ બે ડઝન લોકો મૃત્યુ પામ્યા હતા.