Last Updated on by Sampurna Samachar
માનવ તસ્કરીના મામલામાં મહિલાને ડિજીટલ અરેસ્ટ કરાઇ
પરેશાન પીડિતાને હાર્ટ એટેક આવતા થયુ મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદમાં સાયબર ક્રાઇમની એક ડરામણી ઘટના સામે આવી છે. અહીં સાયબર ગુનેગારોએ ૭૬ વર્ષીય નિવૃત્ત સરકારી ડોક્ટરને ત્રણ દિવસ ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. આ ગુનેગારોએ સરકારી અધિકારી બની ડોક્ટરને કોલ કર્યો અને ડિજિટલ અરેસ્ટ રાખવા દરમિયાન ૬.૬ લાખની છેતરપિંડી કરી. તેનાથી પરેશાન પીડિતાને હાર્ટ એટેક આવી ગયો અને તેનું મોત થઈ ગયું. ગુનેગારોએ પીડિતાના મોત બાદ પણ મેસેજ મોકલવાનું યથાવત રાખ્યું હતું.

રિપોર્ટ્સ પ્રમાણે ૫ સપ્ટેમ્બરે પીડિતાની પાસે વોટ્સએપ પર વીડિયો કોલ આવે છે. કોલરે પ્રોફાઇલ પિક્ચર તરીકે બેંગલુરૂ પોલીસનો લોગો લગાવ્યો હતો. કોલ કરનારે મહિલાને ડરાવવા માટે સુપ્રીમ કોર્ટ, ઈડી અને આરબીઆઈની મંજૂરીવાળા ડોક્યુમેન્ટ પણ દેખાડ્યા હતા. સ્કેમર્સે મહિલાને જણાવ્યું કે માનવ તસ્કરીના એક મામલામાં તેનું નામ આવ્યું છે જો તે પૈસા નહીં આપે તો તેની ધરપકડ કરવામાં આવશે.
અંતિમ સંસ્કાર કર્યા બાદ મહિલા ડિજિટલ અરેસ્ટ હોવાની જાણ થઇ
ધરપકડના ડરથી મહિલાએ પોતાના પેન્શન એકાઉન્ટમાંથી ૬.૬ લાખ રૂપિયા સ્કેમર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. સ્કેમર્સ અહીં અટક્યા નહીં અને સતત મહિલાને વીડિયો કોલ અને મેસેજ દ્વારા ધરપકડની ધમકી આપતા રહ્યાં. ૮ સપ્ટેમ્બરે આશરે ૭૦ કલાકના ડિજિટલ અરેસ્ટ બાદ પીડિતાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં. પરિવારજનોને ૯ સપ્ટેમ્બરે અંતિમ સંસ્કાર કર્યા બાદ મહિલા ડિજિટલ અરેસ્ટ હોવાની જાણકારી મળી હતી.
આવા કૌભાંડોથી પોતાને કેવી રીતે બચાવશો?
યાદ રાખો કે ભારતીય કાયદામાં ડિજિટલ ધરપકડ માટે કોઈ જાેગવાઈ નથી. તેથી, જાે કોઈ તમને ડિજિટલ ધરપકડ કરવાની વાત કરી રહ્યું છે, તો સાવચેત રહો.
જાે કોઈ તમને સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને ફોન કરી રહ્યું હોય, તો તેમનું નામ, પદ અને વિભાગ સત્તાવાર રીતે ચકાસીને ચકાસો.
ઇમેઇલ, ટેક્સ્ટ અથવા કોલ દ્વારા કોઈપણ અજાણ્યા અથવા શંકાસ્પદ વ્યક્તિ સાથે તમારી સંવેદનશીલ માહિતી શેર કરશો નહીં.