Last Updated on by Sampurna Samachar
ચીને ૨૦૦૦ કિમી જમીન પર કબજો તે તમને કઇ રીતે ખબર ?
સોશિયલ મીડિયા પર લખવાની શું જરૂર હતી : કોર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે લખનૌ કોર્ટમાં સેના વિશે વાંધાજનક ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી પર સ્ટે મુકી દીધો છે. કોર્ટે કેસ રદ કરવાની માંગ પર ફરિયાદી અને યુપી સરકારને નોટિસ મોકલી હતી. વર્ષ ૨૦૨૨માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું હતું કે, ચીની સૈનિકો ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે. આ અંગે લખનૌના MP ધારાસભ્ય કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક રસપ્રદ ટિપ્પણી કરતા કહ્યું કે, તમે વિપક્ષના નેતા છો. તમે સંસદમાં પ્રશ્નો ઉઠાવવાને બદલે સોશિયલ મીડિયા પર કેમ બોલ્યા? તમને કેવી રીતે ખબર પડી કે ચીને ૨૦૦૦ કિમી જમીન પર કબજો કરી લીધો છે. જ્યારે સરહદ પર તણાવની સ્થિતિ હોય છે, ત્યારે કોઈ સાચો ભારતીય આવી વાત નહીં કહે.
તમે કરેલી ટિપ્પણી કોઇ માહિતી પર આધારિત
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે જો તેમણે પ્રશ્નો ઉઠાવવા જ હતા, તો તેમણે સંસદમાં ચર્ચા કરવી જોઈતી હતી કે સોશિયલ મીડિયા પર લખવાની શું જરૂર હતી. કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું કે જો તેમને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, તો તેનો અર્થ એ નથી કે તેઓ કંઈ પણ કહેશો. કોર્ટે રાહુલ ગાંધીને એમ પણ પૂછ્યું કે શું તેમણે કરેલી ટિપ્પણીઓ કોઈ વિશ્વસનીય માહિતી પર આધારિત છે.
અલ્હાબાદ હાઈકોર્ટે ૨૯ મેના રોજ રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. રાહુલ ગાંધીએ સમન્સના આદેશ અને ફરિયાદને પડકારતા કહ્યું હતું કે તે દ્વેષથી પ્રેરિત છે. ફરિયાદી ઉદય શંકર શ્રીવાસ્તવે અહીંની એક કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ડિસેમ્બર ૨૦૨૨ ની ભારત જોડો યાત્રા દરમિયાન ગાંધીએ ચીન સાથે સરહદી ગતિરોધના સંદર્ભમાં ભારતીય સેના વિશે ઘણી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.