Last Updated on by Sampurna Samachar
ગુજરાતમાં ૨૭ ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે
૨૭ ટકા OBC અનામતની નીતિને પડકારીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે ૧૦મી એપ્રિલ મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ૨૭ ટકા ઓબીસી અનામત નીતિસામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે ચૂંટણી અટકશે નહીં.

પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૭ ટકા OBC અનામતની નીતિને પડકારીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી.
સરકાર ૨૭ ટકા OBC અનામત આપવા માટે મક્કમ
સુપ્રીમ કોર્ટેચૂંટણી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે અને અરજદારને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાઆદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હવે અનામતના આ જટિલ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટ જે પણ ર્નિણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે. રાજ્ય સરકાર ૨૭ ટકા OBC અનામત આપવા માટે મક્કમ છે અને તેને કાયદાકીય રીતે યોગ્ય ઠેરવવા પ્રયાસ કરી રહી છે.
રાજ્યમાં પંચાયતો, નગરપાલિકાઓ અને મહા નગરપાલિકામાં અપાયેલી ૨૭% અનામત સામે પિટિશનમાંમુખ્યત્ત્વે ત્રણ મુદ્દા ઉઠાવાયા
૧. ટ્રિપલ ટેસ્ટનું પાલન: સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશ મુજબ અનામત નક્કી કરતા પહેલા ટ્રિપલ ટેસ્ટના માપદંડોનું ચુસ્તપણે પાલન થયું છે કે નહીં તેની ચકાસણી.
૨. ૫૦ ટકાની મર્યાદા: શું કુલ અનામત ૫૦ ટકાની નિર્ધારિત મર્યાદા વટાવે છે?
૩. ઝવેરી કમિશનનો અહેવાલ: જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કરવામાં આવેલી બેઠકોનીફાળવણી કેટલી તર્કસંગત અને બંધારણીય છે તે અંગે પણ સવાલો ઊભા થયા છે