Last Updated on by Sampurna Samachar
Contents
ગટરના ગંદા દુષિત પાણી રસ્તા પર વહેતા દુર્ગંધથી સ્થાનિકો હેરાન
આ અંગે સ્થાનિક વોર્ડ કક્ષાએ ફરિયાદ કરાઈ હોવા છતાં પણ કોઈ નિકાલ નહીં આવવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તાર અને નટરાજ ટાઉનશીપ આસપાસ છેલ્લા એક અઠવાડિયાથી ગટરના ગંદા દૂષિત પાણી રોડ પર વહી રહ્યાના આક્ષેપો કરાયા હતા.ઉલ્લેખનીય છે કે, શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા અને નટરાજ ટાઉનશીપ આસપાસ છેલ્લા એક સપ્તાહથી ગટરના ગંદા દૂષિત પાણી રોડ રસ્તા પરથી વહી રહ્યા છે.

જેથી ફેલાતી ભારે દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે ગટરના દુર્ગંધવાળા પાણીના કારણે સ્થાનિકોમાં પાણીજન્ય રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. આ અંગે સ્થાનિક વોર્ડ કક્ષાએ ફરિયાદ કરાઈ હોવા છતાં પણ કોઈ નિકાલ નહીં આવવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. વહેતા ગંદા પાણીમાંથી પસાર થતાં વાહનોને કારણે ઉડતા છાંટાથી વારંવાર તકરારો થયા કરતી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.