Last Updated on by Sampurna Samachar
વડોદરામાંથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો
બાતમી આધારે તેના ઘરે જઇ તપાસ કરતા આરોપી મળી આવેલ હોય તેને પકડી તેની વિરુદ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા કોર્ટ દ્વારા નેગોશીએબલ એકટ અંતર્ગત તકસીરવાન ઠરેલો અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો આરોપીને સયાજી ગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો.

સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.જે.પંડયા તથા સેકન્ડ પોલીસ ઇન્સપેકટર એલ.જે.મિયાત્રાના માર્ગદર્શન હેઠળ ૭માં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સિવિલ કોર્ટ, દિવાળીપુરા, નાઓ દ્વારા ગુ.મુ.નં.૨૯૯૭/૨૦૨૩થી નેગોશીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબના કામના આરોપી અજય ચુનિલાલ વાઘોટાનાને કેસમાં કોર્ટ દ્વારા તકસીરવાર ઠેરવી સજા કરવામાં આવેલ હોય આરોપી સજાથી બચવા નાસતો-ફરતો હોય અને મળી આવતો નહી હોય. જેથી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરતા સયાજીગંજ પોલીસની અગલ અગલ ટીમો બનાવી પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન અ.હે.કોને અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેક કે, આરોપી હાલ પોતાના ઘરે હાજર છે. બાતમી આધારે તેના ઘરે જઇ તપાસ કરતા આરોપી મળી આવેલ હોય તેને પકડી તેની વિરુદ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.