Last Updated on by Sampurna Samachar
માલિકો પાસે હુક્કાબાર ચલાવવાનું કોઈ લાયસન્સ ન હોવાનું બહાર આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરખેજમાં મુતપુરા રોડ પાસે વિન્સ કેફે ગલીમાં આવેલા લુશ કાફે એન્ડ લોન્જ નામના કાફેમાં હુક્કાબાર ચાલતો હોવાની માહિતી સરખેજ પોલીસને મળી હતી. આ હુક્કાબાબારમાં ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવરની અંદર નિકોટીનયુક્ત ફ્લેવર એડ કરીને હુક્કાબારનો ધંધો કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું.
જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. તપાસમાં અમદાવાદમાં રહેતો ધ્રુવ સંજયભાઈ શર્મા તથા જુહાપુરામાં રહેતો મુળ આસામનો રહેવાસી સાબાઝઉદ્દી હેદાયત ઉલ્લા તથા વિશાલ વિનોદભાઈ ઠાકોર ત્રણેય પાર્ટનર હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય હુક્કાબારમાં હુક્કો પીવા આવેલા છ શખ્સો પણ મળી આવ્યા હતા. તપાસમાં માલિકો પાસે હુક્કાબાર ચલાવવાનું કોઈ લાયસન્સ ન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અહીંથી અલગ અલગ ફ્લેવરના પેકેટો, કાચના નાના મોટા ૨૧ હુક્કા માટીની ૨૧ ચલમ, તથા અન્ય સામગ્રી મળીને કુલ રૂ. ૩૮,૨૭૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.