Last Updated on by Sampurna Samachar
લંડનની પાર્ટીનો બંનેનો વિડીયો વાયરલ
લંડનમાં ચેરિટી ડિનર પાર્ટીનુ થયુ હતુ આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ફરી ચર્ચામાં આવ્યા છે. આ વખતે કારણ કોઈ અફવા નથી, પરંતુ એક વાયરલ વીડિયો છે. ૮ જુલાઈના રોજ લંડનમાં યુવરાજ સિંહના કેન્સર ફાઉન્ડેશન માટે એક ચેરિટી ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રાયન લારા, કેવિન પીટરસન, વિરાટ કોહલી અને કોચ ગંભીર જેવા વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજો અને ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા.
આ પાર્ટીમાં સારા તેંડુલકર પણ હાજર રહી હતી. તે તેના પિતા સચિન અને માતા અંજલિ તેંડુલકર સાથે પહોંચી હતી. શુભમન ગિલ પણ ભારતીય ટીમ સાથે આ કાર્યક્રમનો ભાગ બન્યો હતો. જ્યાં આ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓ ઇવેન્ટ વેન્યુમાં પ્રવેશતાની સાથે જ લોકો તાળીઓ પાડીને તેમનું સ્વાગત કરે છે અને ફોટા અને વીડિયો બનાવે છે.
લંડનની આ પાર્ટીએ ફરી અફવાને વેગ આપ્યો
આ લોકોમાં સારા તેંડુલકર છે, જે ખેલાડીઓને તેના ફોન કેમેરામાં કેદ કરી રહી હતી, પરંતુ નોંધનીય વાત એ છે કે સારાએ કેમેરા ચાલુ કર્યો ત્યાં સુધીમાં શુભમન ગિલ ત્યાંથી પસાર થઈ ગયો હતો. વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે ગિલ ખેલાડીઓથી થોડો આગળ ચાલી રહ્યો હતો અને સારાનો કેમેરો મોડો ચાલુ થયો. જોકે, સારાએ બાકીના ખેલાડીઓનો વીડિયો ચોક્કસ બનાવ્યો હતો.
શુભમન ગિલ અને સારા તેંડુલકરના અફેરની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી, પરંતુ તેમના સોશિયલ મીડિયા પરના સંપર્કો અને સાથે જોવા મળ્યાના સમાચાર ઘણીવાર સામે આવ્યા છે. લંડનની આ પાર્ટીએ ફરી એકવાર આ અફવાઓને વેગ આપ્યો છે. ઘણા લોકોએ શુભમન ગિલનું સારા અલી ખાન સાથે પણ જોડ્યુ હતું. આ ઉપરાંત અવનિત કૌર સાથે પણ ગિલનું નામ જોડાયું હતું.