Last Updated on by Sampurna Samachar
આપના નેતા સંજય સિંહે વડાપ્રધાન મોદીને ઘેર્યા
PM મોદીએ દુર્ગેશ પાઠકને ધમકાવવા માટે ઘરે CBI મોકલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
CBI એ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી અને વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડ્યા હતા. CBI એ દુર્ગેશ પાઠક વિરુદ્ધ FCRA ઉલ્લંઘનના કેસ હેઠળ આ કાર્યવાહી કરી છે. CBI એ દુર્ગેશ પાઠક વિરુદ્ધ વિદેશી ચલણની હેરાફેરીનો કેસ નોંધ્યો છે. CBI દ્વારા દુર્ગેશ પાઠકના ઘરની તપાસ કરવામાં આવી રહી છે.
દુર્ગેશ પાઠકના ઘરે CBI ના દરોડા અંગે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ દરોડોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ ડરી ગઈ છે, તેથી PM મોદીએ દુર્ગેશ પાઠકને ધમકાવવા માટે તેમના ઘરે CBI મોકલી છે.
ભારતીય જનતા પાર્ટીનો ગંદો ખેલ ફરી શરૂ
સંજય સિંહે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો ગંદો ખેલ ફરી શરૂ થયો છે. આ અગાઉ પણ ભાજપે આમ આદમી પાર્ટીને નષ્ટ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
આ લોકોએ આપના સૌથી મોટા નેતાઓને પણ જેલમાં ધકેલી દીધા હતા. આ લોકોએ દિલ્હી અને પંજાબમાં આપ ધારાસભ્યો અને સાંસદોના ઘરો પર દરોડા પાડ્યા હતા. પરંતુ દરેક પરિસ્થિતિમાં, આપ એ ભાજપ સામે મજબૂત લડત આપી છે અને આગળ પણ લડતી રહેશે.
સંજય સિંહે કહ્યું કે, આજે ફરી ભાજપે ગંદુ અને ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. PAC સભ્ય અને ગુજરાતના સહ-ઈન્ચાર્જ દુર્ગેશ પાઠકને તેમના ઘરે ધમકાવવા માટે મોદીજીએ CBI મોકલ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં ભાજપ ડરી ગઈ છે. આમ આદમી પાર્ટી પાસે ૪ ધારાસભ્યો છે. ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૧૪ ટકા મત મળ્યા હતા. દુર્ગેશ પાઠકની કાર્યક્ષમતાના ડરથી ગુજરાતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ભાજપની હાલત ખરાબ છે, અહીંના લોકો ભાજપના સાંસદથી અસંતુષ્ટ છે. ગુજરાતના લોકોની આશા એક નવા પક્ષ તરફ વળી રહી છે, જે ગુજરાતમાં પરિવર્તન લાવી શકે છે. ભાજપનું આ પગલું હારની હતાશાનું પરિણામ છે. પીએમ મોદીને લાગે છે કે, ગુજરાતમાં ભાજપ હારી જશે, તેથી જ દુર્ગેશ પાઠકને ધમકી આપવા માટે તેમના ઘરે ઝ્રમ્ૈં મોકલવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપ ગમે તેટલા કેસ દાખલ કરી શકે છે; આમ આદમી પાર્ટી ન તો ભાજપથી ડરે છે અને ન તો ઝૂકે છે.