Last Updated on by Sampurna Samachar
આ શબ્દો છે દુષ્કર્મી સંજય રોયની માતાએ કોર્ટના ચુકાદા બાદ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોતકત્તા આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સેલ્ડાહ કોર્ટે આરોપી સંજય રોયને દોષિત જાહેર કરી દીધો છે અને દોષિત સંજય રોયને સિયાલદહ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જોકે, આ પહેલાં સંજય રોયની માતા માલતી રોયે કહ્યું કે, તેમના પુત્ર સંજયે ગુનો કર્યો હોય તો તેને ફાંસીએ ચઢાવી દો. તેમને પણ ત્રણ છોકરીઓ છે.
સેલ્ડોહ કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યા પછી મીડિયા સાથે વાત કરવામાં સંકોચ કરતાં માતા માલતી રોયે કહ્યું કે, કોર્ટ તેને ફાંસીએ લટકાવવાનો ચૂકાદો આપે તો પણ તેમને કોઈ વાંધો નથી. તેઓ કોર્ટના આદેશને પડકારશે નહીં, કારણ કે કોર્ટની નજરમાં ગુનો સાબિત થઈ ગયો છે.
પીડિતાના માતા-પિતા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, તેઓ એક મહિલા અને તેમને પણ ત્રણ છોકરીઓ હોવાના નાતે પીડિતાના પરિવારની પીડા અનુભવી શકે છે. મારો પુત્ર દોષિત હોય તો તેને સજા મળવી જ જોઈએ. પછી ભલે તે ફાંસીની સજા કેમ ના હોય. તેઓ એકલાં રડી લેશે અને સજાને નિયતીની ઈચ્છા તરીકે સ્વીકારી લેશે. તેના પરના આરોપો ખોટા હોત તો કદાચ તે કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યાં હોત. દરમિયાન સેલ્ડાહ કોર્ટ મુખ્ય આરોપી સંજય રોયનું અંતિમ નિવેદન સાંભળશે અને ત્યાર પછી તેને સજા સંભળાવશે.