ભારતીય યુવાનોને કટ્ટરપંઠી બનાવવા અને આતંકવાદી ગતિવિધિઓ માટે તૈયાર કરવાના કાવતરામાં સામેલ લોકોની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં ૧૯ સ્થળોએ તપાસ અભિયાન ચાલુ કર્યું છે. ઉચ્ચ અધિકારીઓના મતે, આ કાર્યવાહી છે તે આતંકવાદી નેટવર્કને ખતમ કરવા તેમજ તેમની નાણાકીય અને લોજિસ્ટિક સિસ્ટમને શોધી કાઢવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે.
આ અભિયાન અંતર્ગત સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં NIA ની ટીમે મોડી રાતથી જ કાર્યવાહી આદરી છે. હાલમાં મદરેસામાં કામ કરતાં આદિલ વેપારીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. તે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જોડાયેલા હોવાની શંકા હોવાથી આ અંગે તપાસ ચાલી રહી છે.
માત્ર ગુજરાત જ નહીં, જમ્મુ-કાશ્મીર,ઉત્તર પ્રદેશ,અસામ અને મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે NIA ની દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન આતંકવાદી ગતિવિધિઓને મૂળથી જ ડામી દેવાના પ્રયાસ પર જ કેન્દ્રિત છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વધુને વધુ યુવાનોને કટ્ટરવાદી બનાવવા માટે પ્રચાર કરી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ તથા અનંતનાગ જેવા વિસ્તારોમાં NIA ની ટીમે સાબિતીઓ શોધીને તપાસ વધુ ઝડપી બનાવી છે.
NIA ની રેડ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લામાં કેન્દ્રીત રહી છે. આ સ્થળો પર સંભવિત શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમના અડ્ડાઓ પર કાર્યવાહી કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેડનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાનો અને તે લોકોની ધરપકડ કરવાનો છે જે ભારતીય યુવાનોને કટ્ટરપંઠી બનાવવા અને આતંકવાદી ગતિવિધિઓ માટે તૈયાર કરવાના કાવતરામાં સામેલ છે.