Last Updated on by Sampurna Samachar
Contents
હોસ્પિટલ બહાર સલમાન ખાનના ચાહકોની ભીડ
પિતાના હાલચાલ પૂછવા માટે પહોંચ્યા હતા સલમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફિલ્મ અભિનેતા ભાઇજાન સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં તબિયત બગડતાં મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.ત્યારે પિતાના હાલચાલ પૂછવા માટે સલમાન ખાન લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા હતા.

વાત કરીએ તો લીલાવતી હૉસ્પિટલ બહાર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સલમાન ખાન પિતાને મળવા માટે લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ
સલમાન હૉસ્પિટલ આવતા હોસ્પિટલ બહાર સલમાન ખાનના ચાહકો અને મીડિયાકર્મીઓની ભીડ જોવા મળી રહી છે. ૯૦ વર્ષિય સલીમ ખાન ખરાબ સ્વાસ્થ્યના કારણે પરેશાન હતા. જેને ધ્યાનમાં રાખીને તેને હાલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.