કેન્દ્રિય કર્મચારી અને પેન્શનરો માટે મોટા સમાચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
૮મા પગાર પંચના ગઠનની માંગ વેગ પકડી રહી છે. રાષ્ટ્રીય પરિષદ-સંયુક્ત પરામર્શ મશીનરીએ તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ સચિવને પત્ર લખીને જનવરી ૨૦૨૬ પહેલાં પગાર અને પેન્શનમાં સુધારા માટે ૮મા પગાર પંચનું ગઠન કરવાની માંગ કરી છે.
NC-JCM ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ ૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે ૭મા પગાર પંચની ભલામણો લાગુ થયાને ૯ વર્ષ થઈ ગયા છે અને જનવરી ૨૦૨૬ થી પગાર અને પેન્શનમાં સુધારો આવશ્યક છે. તેમણે કહ્યું કે ૪થા પગાર પંચ (૧૯૮૬) થી લઈને હાલ સુધી પગાર પંચનો સમયગાળો લગભગ ૧૦ વર્ષનો રહ્યો છે.
૭મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી ૨૦૧૬ થી લાગુ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૬ થી આગલા પગાર સુધારાનો સમય આવી ગયો છે. શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે ૭મો પગાર પંચ ફેબ્રુઆરી ૨૦૧૪માં બનાવવામાં આવ્યો હતો અને તેને લાગુ કરવામાં લગભગ ૨ વર્ષ લાગ્યા હતા. તે જ પ્રમાણે, ૮મા પગાર પંચના ગઠન અને અહેવાલ તૈયાર કરવામાં પણ ૨ વર્ષ લાગશે. ત્યારબાદ ભલામણોને લાગુ કરવામાં ૩ થી ૬ મહિનાનો સમય લાગી શકે છે.
દ્ગઝ્ર-ત્નઝ્રસ્ ની સતત અરજીઓ છતાં, કેન્દ્રીય નાણાં મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું છે કે ૮મા પગાર પંચના ગઠનનો કોઈ પ્રસ્તાવ વર્તમાનમાં વિચારણા હેઠળ નથી. આથી લગભગ ૧.૨ કરોડ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સમાં નિરાશા છે, જે ૮મા પગાર પંચના ગઠનની રાહ જાેઈ રહ્યા છે. NC-JCM પહેલાં ૩ જૂન, ૨૦૨૪ના રોજ પણ આ જ માંગ સાથે પત્ર લખ્યો હતો, પરંતુ ત્યારે પણ સકારાત્મક જવાબ મળ્યો નહોતો. આ વખતે સંગઠનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી ર્નિમલા સીતારમણને અપીલ કરી છે કે તેઓ આ મુદ્દે ઝડપથી કાર્યવાહી કરે.
નાણાકીય વિશેષજ્ઞોનું માનવું છે કે પગાર પંચનું સમયસર ગઠન ન ફક્ત કર્મચારીઓ માટે જરૂરી છે, પણ તેનાથી દેશની આર્થિક પ્રવૃત્તિઓને પણ બળ મળે છે. જ્યારે કર્મચારીઓની ખરીદ શક્તિ વધે છે, ત્યારે તેઓ વધુ ખર્ચ કરે છે, જેનાથી બજારમાં માંગ વધે છે. દ્ગઝ્ર-ત્નઝ્રસ્ એ સ્પષ્ટ કર્યું છે કે તે આ મુદ્દે પાછળ નહીં હટે. સંગઠનએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે તે આ માંગને ગંભીરતાથી લે અને ૮મા પગાર પંચનું ગઠન ઝડપથી કરે. જોકે, નાણાં મંત્રાલય તરફથી વર્તમાનમાં કોઈ સકારાત્મક સંકેત મળતા નથી.
૮મા પગાર પંચનું ગઠન કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમયસર પંચનું ગઠન ન ફક્ત મોંઘવારીના દબાણને ઓછુ કરશે, પણ કર્મચારીઓની પ્રેરણા અને કાર્યક્ષમતાને પણ વધારશે. વર્તમાનમાં, બધાની નજર કેન્દ્ર સરકાર પર છે કે તે આ પર શું પગલાભરે. જો આ મુદ્દો ઝડપથી ઉકેલાશે નહીં, તો આથી કર્મચારીઓ અને સરકાર વચ્ચે અસંતોષ વધી શકે છે.