Last Updated on by Sampurna Samachar
ડ્રાઈવરે સરનામું પૂછવાના બહાને કાર ઉભી રાખી
વેપારીએ બાપોદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં સરનામું પૂછવાના બહાને ત્રણ લોકોએ છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે, નાગા બાવાના વેશવાળા ત્રણ લોકો કારમાં આવ્યા હતા અને ફટાકડાના વેપારી સુરેશ રાણા સાથે છેતરપિંડી થઈ છે, આશિર્વાદ લેવાનું કહી મોબાઇલ, વીંટી લઇ ફરાર થયા હતા, વેપારીએ બાપોલ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના આજવા રોડ એચ. ડી.એફ.સી. બેંક પાસે દિવાળી પર્વે ફટાકડાનો સ્ટૉલ લગાવનાર એક વૃધ્ધ શ્રમજીવી નાગા સાધુનો સ્વાંગ રચનારા આરોપી અને તેના સાગરીતોનો શિકાર બન્યા હતા. નાગા સાધુ કારમાં હતા કાર ડ્રાઈવરે સરનામું પૂછવાના બહાને કાર ઉભી રાખી હતી અને આર્શીવાદ લેવા કહ્યુ હતુ. નાગા સાધુએ શ્રમજીવીના – ગળામાંથી કુલ રૂ. ૮૫ હજારની કિંમતની સોનાની ચેઈન અને વિટી કઢાવી હતી જે લઈને આરોપીઓ કારમાં નાસી છુટયા હતા.
૨૩મી ઓક્ટોબરે બપોરે બનાવ બન્યો
આ કિસ્સામાં ભોગ બનનાર સુરેશભાઈ દલપતભાઈ રાણા (ઉ. ૧.૭૪) (રહે, સૌજન્ય ટાઉનશીપ, આજવારોડ) સિઝનલ બિઝનેસ કરે છે દિવાળી પર્વે આજવા રોડની એચ. ડી.એફ.સી. બેંક પાસે ફટાકડાનો સ્ટૉલ લગાવ્યો હતો. તા. ૨૩મી ઓક્ટોબરે બપોરે બનાવ બન્યો હતો. સુરેશભાઈ સ્ટૉલ ઉપર હતા નંબર પ્લેટ વગરની એક કાર આવીને ઉભી હતી સુરસાગર કઈ તરફ જવાનું છે તેમ પૂછ્યું હતુ. સ્ટૉલના નોકરે રસ્તો બતાવ્યો હતો.
ડ્રાઈવરે સુરેશભાઈને બોલાવ્યા હતા કારમાં બાજુની સિટ ઉપર એક નાગા સાધુ બેઠા હતા તેમના આશીર્વાદ લેવા કહ્યું હતુ. નાગા સાધુએ સુરેશભાઈ પાસે ચશ્મા અને મોબાઈલ ફોન માગ્યા હતા જેના ઉપર હાથ ફરાવીને પાછા આપ્યા હતા. પછી સોનાની ચેઈન અને વિટીં માગી હતી. સુરેશભાઈએ જે ઉતારીને આપી હતી. ડ્રાઈવરે કહ્યું કે હું ગાડી થોડી આગળ લઉં છુ તેમ જણાવીને કાર દોડાવી મુકી હતી.