Last Updated on by Sampurna Samachar
સારા તેંડુલકર પિતાના NGO માં બની ડિરેક્ટર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સારા તેંડુલકર હવે ડિરેક્ટર બની ગઈ છે. સચિન તેંડુલકરે તેની નવી ભૂમિકાની જાહેરાત કરી છે. સચિને તેની પુત્રીના ડિરેક્ટર બનવા પર ખુશી વ્યક્ત કરી અને આ સમાચાર પોતે પણ શેર કર્યા હતા.પિતા શું ઈચ્છે છે? બાળકોની સફળતા. પિતા બાળકોની સફળતાને પોતાની વાસ્તવિક સંપત્તિ માને છે. પિતા બાળકોની સફળતા પર જ આનંદ અનુભવે છે. જેમ સચિન તેંડુલકર અત્યારે ગર્વથી છલોછલ છે. તેમની છાતી ગર્વથી ફૂલી ગઈ છે. એવું એટલા માટે છે, કારણ કે દીકરી સારા ડિરેક્ટર બની ગઈ છે. સચિને પોતે ખુશી વ્યક્ત કરતા આખી દુનિયા સામે આ વાતની જાહેરાત કરી છે.
સચિન તેંડુલકરે તેની પુત્રી સારાના નવા કામ અને નવી ભૂમિકા વિશે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું. જેમાં તેણે લખ્યું કે તે કહેતા ખૂબ જ ખુશ છે કે સારા તેંડુલકર સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં ડિરેક્ટર તરીકે જોડાઈ છે. સચિન તેંડુલકર ફાઉન્ડેશનલ એ સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર દ્વારા સંચાલિત દ્ગય્ર્ં છે, જે બાળકોના વિકાસ, આરોગ્ય અને શિક્ષણ માટે કામ કરવા પર ભાર મૂકે છે.
સારા તેંડુલકરે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. સારાએ આ વર્ષે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હવે તે સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં ડિરેક્ટર તરીકે કામ કરશે. તેની માસ્ટર ડિગ્રી દરમિયાન પણ સારાએ તેના પિતાના દ્ગય્ર્ંની ઘણી વખત મુલાકાત લીધી હતી, જેનાથી એવું લાગતું હતું કે તેનો રસ બાળકોના શિક્ષણ અને વિકાસ તરફ હતો.સચિન તેંડુલકર ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળતા પહેલા સારા તેંડુલકરે તેની માતા સાથે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈને દ્ગય્ર્ં માટે ઘણું કામ કર્યું છે. સારા સોશિયલ મીડિયા પર તે તમામ કાર્યોના અપડેટ્સ શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.