Last Updated on by Sampurna Samachar
નવજાત શિશુની હાલત ખરાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠામાં બંધ મકાનની અંદરથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી. નવજાત શિશુ બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં રાખેલ હતું.
સાબરકાંઠા્માં બંધ મકાનની અંદરથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી. નવજાત શિશુ બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં રાખેલ હતું. સ્થાનિક દ્વારા આ બાબત સામે આવતા ૧૦૮ની ટીમને જાણ કરી. એમ્બ્યુલન્સના ડોક્ટરોએ બાળકને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં ખસેડયું. નવજાત શિશુ બંધ મકાનમાંથી મળી આવતા ફરી વખત એક વખત મા ની મમતા પર સવાલ ઉઠ્યા છે.
કહેવત છે કે ‘પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવાતર ના બને’. પરંતુ આ કહેવત હવે આજના સમયમાં ખોટી પડી રહી છે. આજની માતાઓ આધુનિકતાની હોડમાં પોતાના સંતાનને તરછોડવા તૈયાર થઈ જાય છે. કહેવાતી આધુનિક માતાને સંતાન ગુમાવવાનું દુઃખ થતું નથી. અને આથી જ પોતાના મોજશોખમાં ગર્ભવતી થયા બાદ માતાનું લેબલ ના લાગે માટે જન્મ થતાં જ બાળકને ત્યજી દે છે. વધુ એક વખત માની મમતા શર્મશાર થઈ છે.
વિજયનગરના ભટેલા ગામેથી નવજાત શિશુ મળી આવતા કહેવાતી માતાના નામને લાંછન લાગ્યું છે. વિજયનગરના ભટેલા ગામ પાસે એક મકાન લાંબા સમયથી બંધ છે. આ બંધ મકાનની અંદર અજાણી વ્યક્તિ નવજાત શિશુને તરછોડી ભાગી ગઈ. જોકે એક સ્થાનિક દ્વારા બંધ મકાનની અંદરથી કોઈ અવાજ આવતા તપાસ કરી તો નવજાત શિશુ હોવાનું માલૂમ પડ્યું. આ જાણ થતાં જ સ્થાનિકે તાત્કાલિક ૧૦૮ની ટીમને જાણ કરતા મદદ માટે પહોંચી. એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં બાળક રાખેલ હતું. તેને બહાર કાઢવામાં આવ્યું. જો કે નવજાત શિશુની હાલત ખરાબ હોવાથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેદયું હતું.