Last Updated on by Sampurna Samachar
આવક છે તેના કરતા મિલકતો વધુ
આ મામલે હજી ઘણા ખુલાસા થઈ શકે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠાના હિંમતનગરમાં સીટી સર્વેના નવીન સોની સામે ACB એ ફરિયાદ નોંધી છે, આવક કરતા ૧૦૫ ગણી વધુ મિલકત મામલે ફરિયાદ ફરિયાદ નોંધાતા અન્ય અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે, પહેલા ACB એ તપાસ કરી અને તપાસમાં સામે આવ્યું છે કે, આવક છે તેના કરતા મિલકતો વધુ છે અને આ મામલે હજી ઘણા ખુલાસા થઈ શકે છે.

મહેસાણા લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા માર્ગ અને મકાન વિભાગના એક નાયબ કાર્યપાલક અધિકારી સામે અપ્રમાણસર મિલકત ધરાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુન્હો તેમની આવકના કાયદેસરના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ ધરાવવા બદલ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ડી.આર. પટેલની ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીના સમયગાળાની તપાસ કરવામાં આવી હતી.
મહેસાણા ACB પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ નોંધાઇ
જેમાં તેમની પાસે કુલ ૩૭,૦૫,૫૧૭ (સતત્રીસ લાખ પાંચ હજાર પાંચસો સત્તર રૂપિયા) ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ અંગેની ફરિયાદ મહેસાણા ACB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચાવડા દ્વારા નોંધાવવામાં આવી છે.