રુતુરાજ ગાયકવાડને પણ મોટો ઝટકો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નીતિશ રાણાને ભૂલ પડી ગઈ ભારે ! BCCI એ ફટકારી કડક સજા

દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન નીતિશ રાણાને ચેન્નાઈ સામે મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરવી મોંઘી પડી.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

IPL ૨૦૨૬ની ૧૮મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર જોવા મળી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝનની પોતાની પહેલી જીત મેળવી હતી. જો  કે, મેચ દરમિયાન એક મોટો વિવાદ પણ સર્જાયો હતો.

દિલ્હીની ઇનિંગ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સે પોતાના ગ્લોવ્ઝ બદલવાની વિનંતી કરી હતી, પરંતુ અમ્પાયરે આ વિનંતીને નકારી કાઢી હતી. આનાથી નીતિશ રાણા ગુસ્સે થયો હતો, જે ફોર્થ અમ્પાયર સાથે ઝઘડો કરતો જાેવા મળ્યો હતો. અમ્પાયર સાથે મેદાન પર થયેલી તેની ઉગ્ર દલીલ અને ગુસ્સાભર્યા પ્રતિક્રિયાઓ બાદ દિલ્હી કેપિટલ્સ બેટ્સમેન સામે હવે સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે.

ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો

IPL દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, નીતિશ રાણાને તેની મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં તેના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. રાણાને ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે IPL આચારસંહિતાના લેવલ ૧નું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.

ખાસ કરીને રાણાએ IPL આચારસંહિતાની કલમ ૨.૩નું ઉલ્લંઘન કર્યું હતું, જે મેચ દરમિયાન અયોગ્ય અથવા અપમાનજનક ભાષાના ઉપયોગથી સંબંધિત છે. આ ઘટના ઇનિંગની ૧૯મી ઓવર દરમિયાન બની હતી, જ્યારે રાણાએ ફોર્થ અમ્પાયર સાથે લાંબી દલીલ કરી હતી.

અહેવાલ મુજબ, નીતિશ રાણાએ પોતાનો ગુનો સ્વીકાર્યો છે અને મેચ રેફરીએ ફટકારેલી સજા સ્વીકારી છે. આ સમગ્ર ઘટનાક્રમ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે IPL શિસ્ત સંબંધિત કડક પગલાં લાગુ કરવામાં આવી રહ્યા છે અને મેદાન પર ખેલાડીઓના વર્તન પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી કેપિટલ્સ હવે ૧૮ એપ્રિલે RCB સામે ટકરાશે.

નીતીશ રાણા ઉપરાંત, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેને સ્લો ઓવર-રેટને કારણે લાદવામાં આવ્યો હતો. IPL આચારસંહિતાના કલમ ૨.૨૨ હેઠળ જે ન્યૂનતમ ઓવર-રેટ સંબંધિત ગુનાઓ સાથે સંબંધિત છે, આ તેમની ટીમનો સિઝનનો પહેલો ગુનો હતો તેથી ગાયકવાડને ૧૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.