Last Updated on by Sampurna Samachar
રોમન બાબુશ્કિને પ્રેસ કોન્ફરન્સની શરૂઆત હિન્દીમાં કરી
રશિયા ભારતને ક્રૂડ ઓઈલની ખરીદી પર વધુ છુટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા વધારાનો ટેરિફ ફક્ત એટલા માટે લગાવ્યો છે કારણ કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે. ટ્રમ્પની આ ખોટી નીતિની અસર જોવા મળી રહી છે અને રશિયા હવે ખુલીને ભારતને સપોર્ટ કરી રહ્યું છે તથા એક પછી એક ઓફર આપી રહ્યું છે. રશિયાના ભારતમાં ઉપવેપાર પ્રતિનિધિ એવગેની ગ્રિવાએ કહ્યું કે રશિયા ભારતને ક્રૂડ ઓઈલની ખરીદી પર વધુ પાંચ ટકાની મોટી છૂટ આપશે જે વાતચીતના આધાર પર નક્કી થશે.
રશિયાના સીનિયર ડિપ્લોમેટ રોમન બાબુશ્કિને એક અલગ નિવેદનમાં કહ્યું કે ભારતના સુદર્શન ચક્ર ડિફેન્સ સિસ્ટમના વિકાસમાં પણ રશિયા સામેલ થવા માંગે છે. રશિયા ઉપકરણોની રજૂઆત કરવા માંગે છે. અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે સ્વતંત્રતા દિવસ સમારોહના અવસરે દશને સંબોધિત કરતા પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ભારત એક નવી ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિક્સિત કરશે.
અમેરિકાના દબાણને ખોટું ગણાવ્યું
રોમન બાબુશ્કિને પ્રેસ કોન્ફરન્સની શરૂઆત હિન્દીમાં કરી. તેમણે કહ્યું કે અમે શરૂઆત કરીશું. શ્રીગણેશ કરીશું. બાબુશ્કિને કહ્યું કે ભારત માટે રશિયા સૈન્ય હાર્ડવેરનો મનપંસદ ભાગીદાર છે. સુદર્શન ચક્ર જેવા પ્રોજેક્ટ્સમાં સહયોગની શક્યતા છે. વાત જાણે એમ છે કે રશિયાના દૂતાવાસના મિશન ઉપ પ્રમુખ રોમન બાબુશ્કિને એ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ભારતના આયર્ન ડોમ મિશન સુદર્શન ચક્ર ડિફેન્સ સિસ્ટમમાં રશિયાની ભાગીદારીની વાત કરી.
તેમણે આશા વ્યક્ત કરી કે આ સિસ્ટમના વિકાસમાં રશિયાના ઉપકરણો સામેલ થશે. પ્રેસ કોન્ફરન્સમાં રોમન બાબુશ્કિને ભારત પર અમેરિકી ટેરિફ ઉપર પણ નિવેદન આપ્યું. તેમણે ભારતને રશિયન ઓઈલ ખરીદતું રોકવા માટે અમેરિકાના દબાણને ખોટું ગણાવ્યું. તેમણે કહ્યું કે વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે આ યોગ્ય નથી.
બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ચેતવણી આપતા કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના ભારત સાથે સંબંધ એક પરેશાન કરનારા વળાંક પર છે. હડસન ઈન્સ્ટીટ્યૂટના ફેલો બિલ ડ્રેક્સેલ સાથે ન્યૂઝવીક માટે લખવામાં આવેલા એક લેખમાં નિક્કી હેલીએ લખ્યું કે ભારત સાથે સંબંધ મજબૂત કરવા એ અમેરિકાની એશિયા રણનીતિ માટે મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે એશિયામાં ચીની પ્રભુત્વના પ્રતિકાર રૂપે કામ કરનારા એકમાત્ર દેશ (ભારત) સાથે ૨૫ વર્ષના સંબંધોની ગતિને રોકવી એક ‘રણનીતિક આફત‘ હશે