Last Updated on by Sampurna Samachar
આ શસ્ત્રો સેના માટે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે
પાકિસ્તાન માટે આ ઘટના એક મોટો તણાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ અને વેપાર સંબંધોમાં તણાવ વચ્ચે, રશિયાએ ભારતને અત્યાધુનિક લશ્કરી શસ્ત્રોની ઓફર કરી છે. આ ઓફરમાં મુખ્ય સ્ટીલ્થ વિમાન Su- 57 , લાંબા અંતરની R-37 મિસાઇલો અને S-500 હવાઈ સંરક્ષણ પ્રણાલીનો સમાવેશ થાય છે. આ શસ્ત્રો ભારતીય સેના માટે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.
પુલવામા આતંકવાદી હુમલા પછી થયેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં રશિયા પાસેથી ખરીદેલા S-400 સહિતના શસ્ત્રોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના પગલે રશિયા ભારતને વધુ શસ્ત્રવ્યવહાર કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. પાકિસ્તાન માટે આ ઘટના એક મોટો તણાવ પેદા કરી શકે છે.
ભારતે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી
સુખોઈ Su-57 ફાઇટર જેટ: આ એક ડબલ-એન્જિન સ્ટીલ્થ મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ છે, જે હવાઈ યુદ્ધ, જમીન અને દરિયાઈ હુમલાઓ માટે સક્ષમ છે. રશિયાનું આ પ્રથમ સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવતું એરક્રાફ્ટ છે.
R-37 મિસાઇલો: આ લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલો છે, જે વિરોધીના વિમાનોને લાંબા અંતરેથી જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. S -૫૦૦ એર ડિફેન્સ સિસ્ટમ: S – ૫૦૦ પ્રોમિથિયસ એ S – ૪૦૦ અને A -૨૩૫ નું અપગ્રેડેડ વર્ઝન છે. રશિયા દાવો કરે છે કે તે અત્યાધુનિક હાઇપરસોનિક શસ્ત્રોને પણ અટકાવવામાં સક્ષમ છે.
સેન્ટર ફોર એનાલિસિસ ઓફ વર્લ્ડ આર્મ્સ ટ્રેડના ડિરેક્ટર ઇગોર કોરોત્ચેન્કોના જણાવ્યા અનુસાર, આ શસ્ત્રો ભારતીય સેના માટે ક્રાંતિકારી પરિવર્તન સાબિત થઈ શકે છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં ભારતીય સેનાએ રશિયા પાસેથી ખરીદેલા શસ્ત્રોનો અસરકારક ઉપયોગ કર્યો હતો.
ખાસ કરીને, રશિયન S -૪૦૦ હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ૨૫૦ કિલોમીટરથી વધુના અંતરે ઉડતા પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું હતું. આ સિસ્ટમે પાકિસ્તાની ડ્રોન, મિસાઇલો અને ફાઇટર વિમાનોનું સચોટ સ્થાન પણ પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શને રશિયન શસ્ત્રોની વિશ્વસનીયતા સાબિત કરી છે, જેના કારણે રશિયા ભારતને વધુ શસ્ત્રો ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. જોકે, કેટલાક કારણોસર ભારતે હજુ સુધી નવા શસ્ત્રો ખરીદવા અંગે કોઈ અંતિમ ર્નિણય લીધો નથી.