Last Updated on by Sampurna Samachar
બંને દેશો વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે
પાંચ રાજ્યોમાં અંધારપટ થવાની સાથે વિજળી અને પાણી ઠપ્પ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અબુધાબીમાં શાંતિ ચર્ચા યોજાય તે પહેલા રશિયાએ યુક્રેન પર ભયાનક હુમલો કર્યો હોવાના સમાચાર છે. રશિયાએ ૪૫૦ ડ્રોન અને ૭૦ મિસાઈલો ઝિંકતા યુક્રેનમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલાના કારણે પાંચ રાજ્યોમાં અંધારપટ થવાની સાથે વિજળી અને પાણી ઠપ્પ થઈ ગયા છે. એટલું જ નહીં ૧૧૦૦ બિલ્ડિંગોને પણ અસર થઈ છે.

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, ‘રશિયાએ આખી રાત યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. તેણે ૪૫૦ રેન્જના ડ્રોન અને ૭૦ મિસાઈલો ઝીંકી છે. રશિયાએ યુક્રેનના પાંચ રાજ્યોમાં વીજળી ગ્રીડને નિશાન બનાવી છે. રશિયા અમારા નાગરિકોને કડકડતી ઠંડીમાં વીજળી, પાણી અને હીટિંગ જેવી મહત્ત્વની સુવિધાઓથી વંચિત રાખવા માંગે છે. હુમલામાં ૧૦ લોકોને ઈજા થઈ છે. રશિયા વ્હૂયાત્મક રસ્તો અ અનેક ઘરો, એક શાળા અને આગ લાગતા ગેસ સ્ટેશનને નુકસાન પનાવવાના બદલે લોકોને ડરાવવામાં વિશ્વાસ રાખે છે.’
અનેક ઘરો, એક શાળા અને ગેસ સ્ટેશનને નુકસાન પહોચ્યું
ઝેલેન્સ્કીએ પોતાના સહયોગી દેશોને વધુમાં વધુ હથિયારો મોકલવાની અને રશિયા પર દબાણ વધારવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી બંને દેશો વચ્ચે સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં ટૂંક સમયમાં શાંતિ વાર્તા માટે બેઠક યોજાવાની છે, જોકે તે પહેલા રશિયાએ ભયાનક હુમલો કરતા બેઠક પર સંકટના વાદળો છવાઈ ગયા છે.

બંને દેશો વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ૨૪ ફેબ્રુઆરી-૨૦૨૨થી યુદ્ધ શરૂ થયા બાદ યુદ્ધવિરામ માટે રશિયા-યુક્રેન વચ્ચે અનેક બેઠકો યોજાઈ ચુકી છે, જોકે એકપણ બેઠકમાં હજુ સુધી તેનો નિવેડો આવ્યો નથી.
અધિકારીઓએ રાજ્યની ઈમરજન્સી સેવાઓને ટાંકીને કહ્યું છે કે, રશિયાના હુમલામાં રાજધાની કીવમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક ઘરો, એક શાળા અને આગ લાગતા ગેસ સ્ટેશનને નુકસાન થયું છે.
યુક્રેનના સાંસ્કૃતિક મંત્રી ટેટિયાના બેરેજનાએ કહ્યું કે, ‘કીવમાં એક ઐતિહાસિક સંગ્રહાલયને પણ નુકસાન થયું છે. રશિયાએ ખારકીવ અને ઓડિસા જેવા વિસ્તારોને પણ નિશાન બનાવ્યા છે.