ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક ગગડ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ડોલર સામે રૂપિયો પહેલીવાર ગગડીને ૯૩.૨૪ પર પહોંચ્યો

રૂપિયામાં આટલો મોટો ઘટાડો ક્યારેય જોવા મળ્યો નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ભારતીય રૂપિયામાં આટલો મોટો ઘટાડો ક્યારેય જોવા મળ્યો નથી. જી હાં, પહેલીવાર ભારતીય રૂપિયા ડોલરની સામે ૯૩ને પાર નીકળી ગયા છે. તે એક અમેરિકન ડોલરની સામે હવે ૯૩.૨૪ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો અને વિદેશી રોકાણકારોના વેચાણથી ભારતીય કરન્સી નબળી પડી છે.

આ સાથે જ મજબૂત ડોલર અને વિશ્વભરના માર્કેટમાં અનિશ્ચિતતાએ સ્થિતિને વધુ ખરાબ કરી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો પરિસ્થિતિ સુધરશે નહીં, તો આગળ પણ રૂપિયા પર દબાણ વધી શકે છે.ભારતીય રૂપિયા ૨૦ માર્ચના ડોલરની સામે ૯૩.૨૪ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયા છે. આ ઘટાડો અચાનક નથી થયો, પરંતુ તેની પાછળ અનેક મોટા પરિબળો કામ કરી રહ્યા છે. ચાલો જાણીએ તે ૫ મોટા કારણો, જેના કારણે રૂપિયો તૂટ્યો છે.

રૂપિયા પર વધુ દબાણ શેનાથી આવ્યું ?

રૂપિયા પર સૌથી મોટું દબાણ ક્રૂડ ઓઈલની વધતી કિંમતોથી આવ્યું છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઓઈલની સપ્લાય પર ખતરો ઉભો થયો અને બ્રેન્ટ ક્રૂડ લગભગ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું. ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે, તેથી ક્રૂડ ઓઈલ મોંઘું થતાં જ ડોલરની માંગ વધે છે અને રૂપિયો નબળો પડે છે.

અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ અને ખાડી વિસ્તારમાં હુમલાઓએ ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા વધારી દીધી છે. આવા માહોલમાં રોકાણકારો સુરક્ષિત વિકલ્પ એટલે કે ડોલર તરફ ભાગે છે. તેની સીધી અસર ઉભરતા બજારોની કરન્સી પર પડે છે અને રૂપિયો દબાણમાં આવી જાય છે.

માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી ૮ અબજ ડોલરથી વધુ પૈસા કાઢી લીધા છે. આ જાન્યુઆરી ૨૦૨૫ પછીનું સૌથી મોટું આઉટફ્લો છે. જ્યારે વિદેશી રોકાણકારો પૈસા કાઢે છે, ત્યારે ડોલરની માંગ વધે છે, જેનાથી રૂપિયા પર વધુ દબાણ આવે છે.

અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરોને ૩.૫–૩.૭૫%ના ઊંચા સ્તર પર જાળવી રાખ્યા છે. તેનાથી ડોલર મજબૂત થયો છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે અન્ય દેશોની કરન્સી નબળી પડે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે “higher-for-longer” રેટ સાયરલથી ઉભરતા બજારો પર દબાણ બન્યું રહેશે. તેલની કિંમતોમાં તેજીની અસર સીધી ભારતની મોંઘવારી પર પડે છે. નોમુરાના જણાવ્યા અનુસાર, દર ૧૦ ડોલરના વધારાથી મોંઘવારી લગભગ ૦.૫% સુધી વધી શકે છે. હવે માટે મોંઘવારીનો અંદાજ ૪.૫% કરી દેવામાં આવ્યો છે. જો મોંઘવારી વધશે, તો આર્થિક વૃદ્ધિ પર પણ અસર પડી શકે છે, જેનાથી રોકાણકારોનો ભરોસો ઘટે છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.