Last Updated on by Sampurna Samachar
કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી
લગ્નમાં પહેલા પ્રિ વેડિંગનો રિવાજ ન હતો. જેમાં સિદસર ઉમિયાધામ નક્કી કરતું તે તારીખે જ લગ્ન થતાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના ઈશ્વરીયા ગામ ખાતે કડવા પાટીદારના મહાસંમેલન દરમિયાન ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે પરષોત્તમ રૂપાલાએ ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…

રાજકોટમાં યોજાયેલા કડવા પાટીદાર સંમેલનમાં પરષોત્તમ રૂપાલાએ સમાજમાં લગ્ન સંબંધિત કેટલીક બાબતો પર ટકોર કરતાં કહ્યું કે, લગ્નમાં પહેલા પ્રિ વેડિંગનો રિવાજ ન હતો. જેમાં સિદસર ઉમિયાધામ નક્કી કરતું તે તારીખે જ લગ્ન થતાં. ગામડે અને સહકુંટુંબમાં દીકરી આપવી નથી એ ચિંતાજનક છે
કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂર
આ બાબતે ચિંતન કરજો નકર પ્રાણીઓ જેવી સ્થિતિ આવશે. વધુમાં તેમણે કહ્યું કે, પહેલા લગ્નમાં જેટલો ખર્ચ થતો એટલો તો આજે ફક્ત આલ્બમમાં કરાય છે. જ્યારે અંગપ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન આપવું ન જાેઈએ. આમ, કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂર છે.
તમને જણાવી દઈએ કે, રાજકોટના ઈશ્વરીયા ગામે કડવા પાટીદારોનું સંમેલન યોજાયું હતું. અહીં રૂ.૧૨૫ કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરાયું હતું. સંમેલન દરમિયાન સામાજિક માળખું, લગ્ન સહિતની બાબતે પરષોત્તમ રૂપાલાએ સમાજને ટકોર કરી હતી.