Last Updated on by Sampurna Samachar
લાંચ લેતા CBI દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા
CBI દ્વારા પંજાબ સરકારને જાણ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને પંજાબ પોલીસના DIG લેવલના અધિકારીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રોપડ રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને લાંચ લેવાના એક કેસમાં CBI દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
આ સમાચારની પુષ્ટિ આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રીના પૂર્વ મીડિયા સલાહકાર બલતેજ પન્નુએ કરી છે. પન્નુએ જણાવ્યું કે, CBI દ્વારા પંજાબ સરકારને આ ધરપકડ વિશે જાણ કરવામાં આવશે, ત્યારબાદ નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
CBI દ્વારા સત્તાવાર નિવેદનની અપેક્ષા
બલતેજ પન્નુએ વધુમાં સ્પષ્ટતા કરી કે, પંજાબ સરકાર કોઈપણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં. આ ધરપકડ પંજાબમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા ઝુંબેશનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે. CBI દ્વારા હવે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. હાલ આ કેસ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે અને CBI દ્વારા સત્તાવાર નિવેદનની અપેક્ષા છે.