Last Updated on by Sampurna Samachar
સિડનીમાં રોહિત અને વિરાટની અતૂટ ભાગીદારી જોવા મળી
સુનિલ ગાવસ્કરની BCCI ને સલાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્તમાન ક્રિકેટ કોમેન્ટેટર અને પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે BCCI ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અત્યારથી જ વર્લ્ડ કપ ૨૦૨૭ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ લખી દો. ગાવસ્કરે કહ્યું છે કે, જો તેઓ વર્લ્ડ કપ ૨૦૨૭ માટે ઉપલબ્ધ હોય, તો તેમને સીધી ટીમમાં એન્ટ્રી મળવી જોઈએ. ઓસ્ટ્રેલિયામાં, રોહિત શર્માએ અડધી સદી પછી સદી ફટકારી અને પ્લેયર ઑફ ધ મેચ તેમજ પ્લેયર ઑફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા, જ્યારે વિરાટ કોહલીએ સતત બે મેચમાં શૂન્ય રન પર આઉટ થયા બાદ ૭૪ રનની અણનમ ઇનિંગ રમી હતી.

સુનીલ ગાવસ્કરે સિડનીમાં ત્રીજી વનડેમાં ભારતની જીત બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, બંનેએ દબાણથી ભરેલી મેચમાં પોતાની ક્લાસ અને ર્નિણય લેવાની ક્ષમતા બતાવી છે. જે ક્ષણે તેને આ પ્રવાસ માટે ઉપલબ્ધ કરાવ્યો, તે સ્પષ્ટ થઈ ગયું કે, તે ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ત્યાં રહેવા માંગે છે. આગળ ગમે તે થાય, તે રન બનાવે કે ન બનાવે, તેની પાસે રહેલી ક્ષમતા અને અનુભવ સાથે જો તે ઉપલબ્ધ હોય, તો તેની ટીમમાં હોવાની ખાતરી કરો.”
રોહિત અને વિરાટનું કરિયર સમાપ્ત
આ ઉપરાંત તેમણે ભારપૂર્વક એમ પણ કહ્યું કે, આ પ્રકારના ફોર્મ સાથે તમે તેનું નામ સીધું દક્ષિણ આફ્રિકા ૨૦૨૭ વર્લ્ડ કપ ટીમમાં લખી શકો છો. રોહિત શર્માએ પર્થ મેચમાં ૮ રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલી પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો.
એ પછી એવું કહેવામાં આવ્યું હતું કે, રોહિત અને વિરાટનું કરિયર સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ રોહિત શર્માએ એડિલેડમાં બતાવ્યું કે, તે સક્ષમ છે, અને પછી સિડનીમાં રોહિત અને વિરાટની અતૂટ ભાગીદારી જોવા મળી, જેથી ભારતને એકતરફી રીતે મેચ જીતવામાં મદદ મળી. રોહિત અને વિરાટે નવા કૅપ્ટન શુભમન ગિલને મેદાન પર ઇનપુટ્સ પણ આપ્યા.
 
				 
								