Last Updated on by Sampurna Samachar
આગામી દસ દિવસ સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે
વાઘોડિયા જંકશન વિવિધ વિસ્તારમાં પ્રાથમિક તબક્કે કામ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં નવી વરસાદી ગટર કલ્વર્ટર નાખવા અંગે કામગીરી કરવામાં આવવાની છે. જેથી આગામી દસ દિવસ સુધી રોડ રસ્તા બંધ રહેશે. જેના વિકલ્પમાં અન્ય રસ્તા પર અવર – જવર કરી શકાશે. જે મામલે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ શહેરના ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન, તરસાલી જંકશન નવી વરસાદી ગટર કલ્વર્ટર નાખવા અંગે સમયાંતરે રોડ રસ્તા દસ દિવસ સુધી બંધ રહેશે જેના વિકલ્પમાં અન્ય રોડ રસ્તા નો ઉપયોગ કરવા જણાવાયું છે. જેમાં પ્રાથમિક તબક્કે વાઘોડિયા જંકશન વિવિધ વિસ્તારમાં નવી વરસાદી ગટર નાખવા અંગે કામગીરી અંગે એવી મશીનરી, મજૂરો કારીગરોની હેરફેર કરવાની રહેશે.
વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા માહિતી
શહેરના વિવિધ જંકશનો પર પ્રાથમિક તબક્કે વાઘોડિયા જંકશન પર આગામી સતત દસ દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને અવરજવર માટે કામ પૂરું થતાં સુધી રસ્તો બંધ રહેશે. જેના વિકલ્પ રૂપે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. આ કામગીરી પૂરી થયા બાદ બાકીના જંકશન ઉપર તબક્કાવાર કામગીરી હાથ ધરાશે તેમ ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવ્યું છે.