Last Updated on by Sampurna Samachar
પંતના પગ પરથી પ્લાસ્ટર હટાવવામાં આવ્યું
બોલ વાગવાથી તેને મેદાન છોડવું પડ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પગમાં થયેલી ઈજામાંથી સ્વસ્થ થવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મળતા અહેવાલ મુજબ, પંતના પગ પરથી પ્લાસ્ટર હટાવવામાં આવ્યું છે અને તે હવે આરામથી ચાલી શકે છે. ૨૭ વર્ષીય પંત ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેન્ટર ઓફ એક્સેલન્સ જશે, જ્યાં તે રિહેબના ભાગરૂપે હળવી પ્રેક્ટિસ શરૂ કરશે.

પંતને માન્ચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટના પહેલા દિવસે આ ઈજા થઈ હતી જ્યારે તેણે ક્રિસ વોક્સ સામે રિવર્સ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ વાગવાથી તેને મેદાન છોડવું પડ્યું હતું અને બાદમાં તે કંટ્રોલ્ડ એન્કલ મોશન બુટમાં જોવા મળ્યો હતો. આમ છતાં, તે બીજા દિવસે પાછો ફર્યો અને શાનદાર અડધી સદી ફટકારી હતી.
ઘરઆંગણાના દર્શકો સામે તેની વાપસી જોવા મળી શકે
અગાઉના એક અહેવાલમાં એવું પણ સામે આવ્યું હતું કે પંત ભારતની આગામી ઘરઆંગણેની સિરીઝ પર નજર રાખી રહ્યો છે. જે ૨ ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ હશે. પહેલી મેચ અમદાવાદમાં અને બીજી દિલ્હીમાં રમાશે. જો પંતને ફિટ જાહેર કરવામાં આવે છે, તો દિલ્હી ટેસ્ટમાં લાંબા સમય પછી તેના ઘરઆંગણાના દર્શકો સામે તેની વાપસી જોવા મળી શકે છે.