Last Updated on by Sampurna Samachar
આ ર્નિણય પાછળ ચાંદીના ભાવનો ભારે વધારો
રેલ મંત્રાલયનો નવો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં સેના અને રેલવેમાં હજુ પણ અંગ્રેજોના જમાનાની ઘણી પરંપરાઓ ચાલી આવી રહી છે. જોકે, તેમાં ધીમે-ધીમે ફેરફાર થઈ રહ્યા છે. સાથે જ જે નવી પરંપરાઓ શરૂ થઈ છે, તેમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. આ જ ક્રમમાં રેલ મંત્રાલયે એક મોટો ર્નિણય લીધો છે. ર્નિણય એ છે કે હવે રિટાયર થતા રેલ કર્મચારીઓ અને અધિકારીઓને ગોલ્ડ પ્લેટેડ ચાંદીનો સિક્કો આપવામાં આવશે નહીં.

રેલવે સાથે જાેડાયેલા સૂત્રો જણાવે છે કે આ ર્નિણય પાછળ ચાંદીના ભાવમાં ભારે વધારો અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. થોડા દિવસ અગાઉ મધ્ય પ્રદેશમાંથી એવા સમાચાર આવ્યા હતા કે રેલવેએ કર્મચારીના રિટાયરમેન્ટના દિવસે જે સિલ્વર કોઈન આપ્યા હતા, તે ભેળસેળવાળા હતા. તપાસમાં જાણવા મળ્યું પડી કે તેમાં ચાંદીનું પ્રમાણ ખૂબ ઓછું હતું.
માર્ચ ૨૦૦૬માં શરૂ થઈ ચાંદીનો સિક્કો ભેટ આપવાની પરંપરા
સિક્કા મોટા ભાગે તાંબાના બનેલા હતા. એટલે કે સિક્કા ખરીદનારાઓએ ગડબડ કરી હતી. તેથી હવે ર્નિણય લેવામાં આવ્યો છે કે રિટાયરમેન્ટના દિવસે કોઈ સિક્કો આપવામાં આવશે નહીં. રેલવે બોર્ડ તરફથી તમામ ઝોન અને પ્રોડક્શન યુનિટ્સના વડાઓને એક ચિઠ્ઠી મોકલવામાં આવી છે.
તેમાં લખેલું છે કે “…હવે નક્કી કરવામાં આવ્યું છે કે રિટાયર થતા રેલ કર્મચારીઓ અને અધિકારીઓને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર કોઈન અથવા મેડલ આપવાની પરંપરા સમાપ્ત કરી દેવામાં આવે છે. જે ચાંદીના સિક્કા રેલવે પાસે પહેલેથી ખરીદેલા અથવા સ્ટોકમાં છે, તેનો હિસાબ-કિતાબ રાખવામાં આવે. આ ર્નિણયને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે.”
જાેકે, આ ચિઠ્ઠીમાં ર્નિણય લેવાનું કોઈ ખાસ કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, અનેક પ્રકારની ચિંતાઓ હતી. જેમ કે બહારના વેન્ડર્સ પાસેથી ખરીદેલા સિક્કાઓની ક્વોલિટી ખરાબ હતી. સાથે જ ચાંદી મોંઘી થવાને કારણે ખર્ચ ઘટાડવો પણ જરૂરી હતો.
રિટાયર્ડ કર્મચારીઓને ચાંદીનો સિક્કો ભેટ આપવાની પરંપરા માર્ચ ૨૦૦૬માં શરૂ થઈ હતી. ત્યારે મંત્રાલયે ર્નિણય લીધો હતો કે જે પણ રેલવે કર્મચારી અથવા અધિકારી વોલન્ટરી રિટાયરમેન્ટ લે છે અથવા પોતાની નોકરી પૂર્ણ કરીને રિટાયર થાય છે, તેમને આશરે ૨૦ ગ્રામનો સોનાની પડ ચઢાવેલો ચાંદીનો સિક્કો આપવામાં આવશે. તે સમયે આ સિક્કાની કિંમત આશરે ૧ હજાર રૂપિયા હતી. હવે તેની કિંમત આશરે ૧૦ હજાર રૂપિયા થઈ ગઈ છે.