Last Updated on by Sampurna Samachar
લોકપ્રિય પસંદગી શ્રેણીમાં બીજા સ્થાને ઉત્તર પ્રદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
૭૬મા પ્રજાસત્તાક દિવસના અવસરે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર સલામી મંચ પરથી ૧૬ રાજ્યોની સુંદર ઝાંખીઓ પ્રદર્શિત કરાઈ હતી. તેમજ કેન્દ્રીય મંત્રાલય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેના ત્રણ દિવસ બાદ સૌથી શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીઓ અને ટેબ્લોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. તે પહેલાં ઓનલાઇન પોર્ટલ પર ૨૬ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન એક ઑનલાઇન વોટિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોને ‘લોકપ્રિય પસંદગી શ્રેણી’ તરીકે તેમના મનપસંદ ટેબ્લો પસંદ કર્યો છે. જેમાં પ્રથમ સ્થાને ગુજરાતની ઝાંખીને સ્થાન મળ્યું છે, જે ‘સુવર્ણ ભારતઃ વારસો અને વિકાસ’ થીમ પર બનાવવામાં આવી હતી.

લોકપ્રિય પસંદગી શ્રેણીમાં બીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે, જેની ઝાંખી ‘મહાકુંભ ૨૦૨૫ – સુવર્ણ ભારતઃ વારસો અને વિકાસ’ પર આધારિત છે. જ્યારે ત્રીજા સ્થાન પર ઉત્તરાખંડની ઝાંખીને સ્થાન મળ્યું છે. જેની થીમ ‘ઉત્તરાખંડઃ સાંસ્કૃતિક વારસો અને સાહસિક રમત’ હતી. આ સિવાય આ કેટેગરીમાં સેવાઓમાં શ્રેષ્ઠ માર્ચિંગ કન્ટિજન્ટમાં સિગ્નલ કન્ટિજન્ટ અને CAPF /અન્ય સહાયક દળોમાં શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીને પણ સ્થાન મેળવ્યું છે.
તમને જણાવી દઈએ કે પ્રજાસત્તાક દિવસે પ્રદર્શિત કરાયેલી ઝાંખીના બે કેટેગરીમાં પરિણામો જાહેર કર્યા છે. જેમાંથી પ્રથમ કેટેગરીમાં લોકોએ ઑનલાઇન વોટિંગ કરીને મત આપ્યો છે. જ્યારે બીજી કેટેગરીમાં ન્યાયાધીશોની ત્રણ પેનલની રચના કરવામાં આવી હતી. જેમાં તેઓએ સેવાઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF )/અન્ય સહાયક દળોના માર્ચિંગ ટુકડીઓના પ્રદર્શન અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT) અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગોના ટેબ્લોનું મૂલ્યાંકન કર્યું હતું. જેના પરિણામો નીચે પ્રમાણે છે.
સેવાઓમાં શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી – જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ ટુકડી
CAPF /અન્ય સહાયક દળોમાં શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી – દિલ્હી પોલીસ માર્ચિંગ ટુકડી ટોચના ત્રણ ટેબ્લો (રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ)
* પ્રથમ – ઉત્તર પ્રદેશ (‘મહાકુંભ ૨૦૨૫ – સુવર્ણ ભારતઃ વારસો અને વિકાસ’)
* બીજું – ત્રિપુરા (‘શાશ્વત ભક્તિઃ ત્રિપુરામાં ૧૪ દેવતાઓની પૂજા-ખારચી પૂજા’)
* ત્રીજું – આંધ્રપ્રદેશ (‘એટીકોપ્પાકા બોમ્માલુ – પર્યાવરણને અનુકૂળ લાકડાના રમકડાં’)