Last Updated on by Sampurna Samachar
વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૬મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવેલી એ પ્રમાણે આ વર્ષે ૯૪૨ જવાનોને શૌર્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ યાદીમાં અનેક પોલીસ અધિકારીઓ, ફાયર ઓફિસર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સર્વિસના જવાનો અને અધિકારીઓના નામ સામેલ હતા.
દેશના ૯૪૨ જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ૯૫ જવાનોને વીરતા પદક, ૧૦૧ જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને ૭૪૬ જવાનોને સરાહનીય સેવા માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યાં આ લિસ્ટમાં ગુજરાતના ૧૧ જવાનોનો નામ પણ સામેલ હતા.. જેમાં ગુજરાતના બે મોટા અધિકારીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રજાસત્તાક દિવસ ૨૦૨૫ના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ-૧૧ પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે પોલીસ ચંદ્રકો માટે જાહેરાત કરાઈ છે. જેમાં ૨ વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા ૦૯ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા હતા.