Last Updated on by Sampurna Samachar
દિલ્હી સરકારે ટ્રાફિકના નિયમો તોડનારાઓને પાઠ શીખવવા રસ્તો અપનાવ્યો
Traffic Prahari એપનો ઉપયોગ કરી મેળવો ઇનામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં ટ્રાફિક નિયમોના વધતા ઉલ્લંઘનને રોકવા માટે ટ્રાફિક પોલીસે એવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં રેડ સિગ્નલ તોડનારા, રોંગ સાઈડ વાહન ચલાવતા અથવા આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓને દિલ્હીના લોકો પાઠ ભણાવવી શકે છે અને ૫૦,૦૦૦ રૂપિયા સુધીનું ઈનામ જીતી શકે છે.

દિલ્હી ટ્રાફિક પોલીસે પહેલી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ ટ્રાફિક પ્રહરી એપ ફરીથી લોન્ચ કરી છે, જેમાં લોકો જ ટ્રાફિક નિયમો તોડનારાઓની ફરિયાદ કરી શકે છે. કોઈ પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર ગુગલ પ્લે સ્ટોર પરથી Traffic Prahari એપ ડાઉનલોડ કરી શકે છે. ત્યારબાદ જ્યારે પણ કોઈને ટ્રાફિક નિયમો તોડે છે જેમ કે, રેડ સિગ્નલ તોડવું, સાઈડ વાહન ચલાવતા, આડેધડ વાહન અથવા રોડ રેજ અથવા ખતરનાક ડ્રાઈવિંગ કરનારાઓનો ફોટો કે વીડિયો રેકોર્ડ કરીને એપ દ્વારા અપલોડ કરી શકો છો. જોકે, ફોટો કે વીડિયોમાં ટાઈમ અને સ્થાન સ્પષ્ટ દેખાવું જોઈએ.
ડિજિટલ હથિયાર કેટલાક માટે આવકનો સ્ત્રોત બનશે
દિલ્હી ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા દરેક રિપોર્ટની તપાસ કરાશે. જો ફરિયાદ સાચી હોવાનું જાણવા મળે છે, તો ટ્રાફિક નિયમ તોડનારને દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત દર મહિને સૌથી વધુ માન્ય રિપોર્ટ મોકલનારાને ઈનામ આપવામાં આવશે. પહેલું ઈનામ ૫૦ હજાર, બીજું ૨૫ હજાર, ત્રીજું ૧૫ હજાર અને ચોથું ઈનામ ૧૦ હજાર રૂપિયા આપવામાં આવશે.
દિલ્હીમાં ટ્રાફિક સેન્ટીનેલ યોજના ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે ટ્રાફિક પ્રહરી એપ ટેકનોલોજી અને લોકોની ભાગીદારીથી ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. નોંધનીય છે કે, હવે દિલ્હીના દરેક નાગરિકના હાથમાં એક ડિજિટલ હથિયાર છે, જે રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવી શકે છે અને કેટલાક લોકો માટે તે આવકનો સ્ત્રોત પણ બની ગયો છે.