Last Updated on by Sampurna Samachar
ગુજરાત રાજ્ય તબીબી સેવા નિયમો, ૨૦૧૫માં મહત્ત્વપૂર્ણ સુધારો
ત્રણ મુખ્ય સ્પેશિયાલિટી હોસ્પિટલો હવે ‘સરકારી હોસ્પિટલ’ સમકક્ષ ગણાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકારના લાખો અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫‘ અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, રાજ્યની ત્રણ મુખ્ય સ્પેશિયાલિટી હોસ્પિટલો દ્વારા શરૂ કરવામાં આવેલા પણ હવે ‘સરકારી હોસ્પિટલ‘ સમકક્ષ ગણવામાં આવશે .

યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (અમદાવાદ)
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ (અમદાવાદ)
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર – IKDRC (અમદાવાદ)
અત્યાર સુધી આ મુખ્ય હોસ્પિટલો (અમદાવાદ) જ સરકારી સમકક્ષ ગણાતી હતી, પરંતુ હવે તેમના દ્વારા રાજ્યમાં અન્ય જગ્યાએ શરૂ કરાયેલા કે ભવિષ્યમાં શરૂ થનારા હોસ્પિટલ સેન્ટર્સને પણ આ યાદીમાં સમાવી લેવાયા છે.
ગંભીર બીમારીઓની સારવાર લેતા પરિવારોને આર્થિક મોટી રાહત મળશે
આ ર્નિણયને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ આ હોસ્પિટલોમાં મેળવેલી સારવારના બિલ કોઈપણ નાણાકીય મર્યાદા વિના મંજૂર થઈ શકશે.બિલની ચુકવણી માટે ઉપાડ અને વહેંચણી અધિકારી ને સીધી સત્તા આપવામાં આવી છે, જેથી કર્મચારીઓએ ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડશે નહીં.
સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લેવાયેલા આ ર્નિણયથી હવે રાજ્યભરમાં ફેલાયેલા આ સંસ્થાઓના સેન્ટર્સમાં સારવાર લેવી સરળ બનશે. સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગની મંજૂરી બાદ આ અંગેનો વિધિવત ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ સુધારાથી ખાસ કરીને ગંભીર બીમારીઓ જેવી કે હૃદયરોગ, કેન્સર અને કિડનીની સારવાર લેતા પરિવારોને આર્થિક મોટી રાહત મળશે