Last Updated on by Sampurna Samachar
અવશેષોને વાયુસેનાના વિમાન દ્વારા ભારત લવાયા
સંયુક્ત રાષ્ટ્ર વેસાક દિવસના અવસર પર લઇ જવાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કે જેને વિયતનામના અનેક શહેરોમાં આયોજિત પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. તે અવશેષોને ભારત લાવવામાં આવ્યા છે. સારનાથ સ્થિત વિહારમાં સ્થાપિત પવિત્ર અવશેષો ૨મેના રોજ વિયતનામથી હો ચી મિન્હ શહેર પહોંચ્યા હતા. વિયતનામમાં પ્રદર્શની દરમિયાન આદ્યાત્મિક અનુભવ પછી તે અવશેષોને વાયુસેનાના વિમાન દ્વારા ભારત લવાયા છે.
આ અવસર પર વિયેતનામે સંયુક્ત રાષ્ટ્ર વેસાક દિવસના અવસર પર ભવ્ય સમારોહનું આયોજન કરાયુ હતું. જે માટે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને વિયેતનામ (Vietnam) લઇ જવાયા હતા. વિયેતનામમાં આયોજિત પ્રર્દશનમાં ૧.૭ કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. તેઓનું કહેવુ છે કે આ એક આદ્યાત્મિક અનુભવ હોય.
યાત્રાએ કુલ ૧.૭૮ કરોડ શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યા
મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે વિયેતનામના દક્ષિણ ઉત્તરથી લઇને ઘણા પ્રતિષ્ઠિત સ્થાનો પરથી આ પસાર થયેલી આ યાત્રાએ કુલ ૧.૭૮ કરોડ શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યા . શ્રદ્ધા અને સંસ્કૃતિની એકજૂથતા દર્શાવતા આ પ્રદર્શને આદ્યાત્મિક ભક્તોને એક જૂથ કરવાનું કામ કર્યુ છે.
દિલ્હીમાં ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિના નેતૃત્વમાં ભારત સરકારના પ્રતિનિધિમંડળએ ભારતીય સાધુ સંતો સાથે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘના અધિકારીઓની હાજરીમાં આ અવશેષોને પાલમ વાયુ સેના સ્ટેશન પર ઓપચારિક રીતે પ્રાપ્ત કર્યું હતુ.
મહત્વનું છે કે વિયેતનામમાં પહેલીવાર આવુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગૌતમ બુદ્ધના પવિત્ર અવશેષોને ત્યાંથી પરત લાવીને દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સાર્વજનિક દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. અહીં સાધુ સંતો અને રાજકીય દળો પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આ અવશેષોને વારાણસીના રસ્તે સારનાથ લઇ જવાયા હતા. ત્યાં મૂલગંધ કુટી વિહારમાં ઔપચારિક રૂપથી સ્થાપિત કરાશે.