Last Updated on by Sampurna Samachar
નીતા અંબાણીએ સ્વર્ગસ્થ પિતાને આપી શ્રદ્ધાંજલિ
અંબાણી પરિવારના સભ્યોએ પૂજામાં આપી હાજરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક નવી વિંગનું ઉદ્ઘાટન કર્યું હતુ. જેનું નામ JEEVAN રાખવામાં આવ્યું છે. જીવનના લોકાર્પણના અવસરે પૂજા પણ કરવામાં આવી. ત્યારે નીતા અંબાણીએ તેમના પિતા રવીન્દ્રભાઈ દલાલને શ્રદ્ધાંજલિ આપી.

જીવનના લોકાર્પણમાં નીતા અંબાણીની સાથે મુકેશ અંબાણી તથા અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ પૂજામાં સામેલ થયા હતા. નોંધનીય છે કે ફાઉન્ડર ચેરમેન ધીરુભાઈ અંબાણીની પણ જન્મતિથિ હતી. એવામાં રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલ જીવનના દ્વાર અનેક દર્દીઓ માટે ખૂલ્યા છે.
આ હોસ્પિટલ પપ્પાને સમર્પિત કરું છું
આ અવસરે નીતા અંબાણીએ કહ્યું હતું, કે પપ્પા સૌથી ઉદાર વ્યક્તિ અને કરુણાની મૂર્તિ હતા. હું આ હોસ્પિટલ પપ્પાને સમર્પિત કરું છું. તેમણે તેમના બાળકો અને પૌત્રોમાં સેવાના મૂલ્યો સ્થાપિત કર્યા. આપણે જીવનમાં તેમના સેવા અને કરુણાના મૂલ્યોને જીવંત રાખવા પ્રયાસ કરીશું.