Last Updated on by Sampurna Samachar
એક દુરદર્શી અને પરોપકારી વ્યક્તિત્વ તરીકે માન્યતા અપાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીને અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના ગવર્નર મૌરા હીલી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. નીતા અંબાણીને આપવામાં આવેલા પ્રશસ્તિ પત્રમાં તેમને એક દુરદર્શી અને પરોપકારી વ્યક્તિત્વ તરીકે માન્યતા આપવામાં આવી છે. બોસ્ટનમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં નીતા અંબાણીને આ સન્માન મળ્યું છે.

ગવર્નર ઓફિસે જણાવ્યું કે, ” આ સન્માન નીતા અંબાણી દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા, રમતગમત, કલા, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રોમાં કરવામાં આવેલી પ્રભાવશાળી કામગીરી અને તેમના સમર્પણ ભાવનું સન્માન છે. જેણે ભારત અને વૈશ્વિક સ્તરે લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે.”
નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કલા, પરંપરા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની કોઈ તક ગુમાવતા નથી. બોસ્ટનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પણ નીતા અંબાણીએ ભારતના સમૃદ્ધ કલાત્મક વારસાનું પ્રતિક અને હાથથી વણાયેલી શિકારગાહ બનારસી સાડી પહેરી હતી. જટિલ વણાટ ટેકનિક અને પરંપરાગત કોન્યા ડિઝાઈનવાળી આ સાડી ભારતીય કારીગરીની મિસાલ છે.
નીતા અંબાણીને આ સન્માન તેમના દ્વારા શિક્ષણ, આરોગ્ય સેવા, રમતગમત, કલા, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રોમાં કરવામાં આવેલી પ્રભાવશાળી કામગીરી અને તેમના સમર્પણને કારણે આપવામાં આવ્યું છે, જેણે લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. આ સન્માન નીતા અંબાણીને અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના ગવર્નર મૌરા હીલી દ્વારા આપવામાં આવ્યું છે.