Last Updated on by Sampurna Samachar
મહાકુંભમાં ૪૫ કરોડથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિલાયન્સ જૂથના અનિલ અંબાણી અને તેમનાં પત્ની ટીના અંબાણીએ પ્રયાગરાજ પહોંચ્યાં હતાં. મહાકુંભના મેળામાં લાખો ભક્તો સંગમમાં પુણ્યની ડુબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. આ દરમ્યાન ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણીએ સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી. અનિલ અંબાણી અને ટીન અંબાણીની સાથે સાથે આ મહાકુંભમાં અન્ય કેટલીય પ્રસિદ્ધ હસ્તીઓ સામેલ હતી.
અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત કરી ચૂક્યો છે. પહેલા ૧૪ દિવસમાં જ ૧૧૦ મિલિયનથી વધારે લોકો સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધતી જાય છે અને માનવામાં આવે છે કે આ મહાકુંભમાં ૪૫ કરોડથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લેશે. મહાકુંભ મેળો દર ૧૨ વર્ષે એક વાર આયોજીત થાય છે અને તે ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ મહાકુંભ મેળો નથી પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. આ ભારતની સાંસ્કૃતિક ધરોહરનું પણ પ્રતીક છે. જે દુનિયાભરના શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે.