Last Updated on by Sampurna Samachar
દિલ્હી બ્લાસ્ટને લઈને ઉત્તર પ્રદેશના તમામ તીર્થસ્થળો પર એલર્ટ
બ્લાસ્ટથી સમગ્ર દેશ હચમચી ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી બ્લાસ્ટ બાદ ઉત્તર પ્રદેશના તમામ જાણીતા તીર્થસ્થળો પર પ્રશાસન એલર્ટ પર છે, જેના પગલે મથુરામાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સંત પ્રેમાનંદ મહારાજની નિયમિત પરિક્રમા સ્થગિત કરવાનો ર્નિણય લેવાયો છે.

સંત પ્રેમાનંદ મહારાજ દરરોજ સવારે પદયાત્રા કરે છે, જેમાં હજારો ભક્તો તેમના દર્શન માટે ઉમટે છે. સૂત્રો અનુસાર, આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને, સુરક્ષા એજન્સીઓએ મથુરાના તમામ મુખ્ય તીર્થસ્થળો પર એલર્ટ જાહેર કર્યું છે.
આ કોઈ સામાન્ય બ્લાસ્ટ નથી
હાઈ એલર્ટ અને લોકોની સુરક્ષાના કારણોસર, સંત પ્રેમાનંદની આ યાત્રા પણ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.જેના કારણે તેમના ભક્તો નિરાશ થયા છે. દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે ઊભેલી એક કારમાં થયેલા બ્લાસ્ટના સમાચાર આવ્યા. આ બ્લાસ્ટમાં ઘણા લોકોના જીવ ગયા અને ઘણા ઘાયલ થયા, જેનાથી માત્ર રાજધાની જ નહીં, પરંતુ સમગ્ર દેશ હચમચી ગયો.
ત્યાર બાદ અનુમાન લગાવવામાં આવ્યું કે આ કોઈ સામાન્ય બ્લાસ્ટ નથી, પરંતુ તેના તાર આતંકવાદ સાથે જોડાયેલા હોઈ શકે છે. પરિણામે, વિલંબ કર્યા વિના, દિલ્હી-NCR ની તમામ સરહદો સહિત દેશના ઘણા શહેરોને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે