Last Updated on by Sampurna Samachar
ઉમેદવારોએ મેનેજમેન્ટમાં સરકારી ક્ષતિઓ બાબતે પણ આક્ષેપ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં વિદ્યા સહાયકોના ઉમેદવારોએ ફરી ગાંધીનગરમાં મોરચો માંડ્યો હતો. વિદ્યાસહાયકોની ભરતીમાં વય મર્યાદા વધારવાની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતાં. ઉમેદવારોએ પોતાની માંગણી સાથે શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ સચિવને આ મામલે રજૂઆત કરી હતી. અને માંગ પૂરી ન થતાં આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી છે.
નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી વિદ્યા સહાયકના ઉમેદવારો આવેદન પત્ર આપીને વયમર્યાદા વધારવાની રજૂઆત કરી રહ્યા છે. પરંતુ, વિદ્યા સહાયકોની માંગ પર હજુ સુધી કોઈ ર્નિણય લેવાયો નથી. જો આ વિશે સરકાર દ્વારા કોઈ ર્નિણય લેવામાં નહીં આવે તો ઉમેદવારો બેરોજગાર બનશે. હજુ સુધી ઉમેદવારોની માંગ પર કોઈ ર્નિણય ન લેવાતા ઉમેદવારોએ અન્ન-જળ ત્યાગ કરવા અને આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉમેદવારોની માંગ છે કે, ટેટ-૧ અને ટેટ-૨ પોર્ટલ ઓન કરી ઉમેદવારોને તક આપવી જાેઈએ. આ સાથે જ વિદ્યા સહાયકોના ઉમેદવારોએ મેનેજમેન્ટમાં સરકારી ક્ષતિઓ બાબતે પણ આક્ષેપ કર્યા છે.