Last Updated on by Sampurna Samachar
PM મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિત અનેક મંત્રીઓ રહ્યા હાજર
નવા મંત્રીમંડળમાં ૨૬ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નીતિશ કુમાર ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. રાજ્યપાલે નીતિશ કુમારને પદના શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નીતિશ કુમારે રેકોર્ડ ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

નીતિશના નવા મંત્રીમંડળમાં ૨૬ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમ્રાટ અને વિજય સતત બીજા કાર્યકાળ માટે નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. સ્ટેજ પર PM મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
મંત્રીઓમાં રાલોમો કોટાના દીપક પ્રકાશ સભ્ય નહીં
મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત, અન્ય ૨૬ મંત્રીઓએ શપથ લીધા હતા. નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ઉપરાંત શપથ લેનારાઓમાં વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, મંગલ પાંડે, દિલીપ જયસ્વાલ, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સહની,નીતિન નવીન, રામ કૃપાલ, સંતોષ સુમન, સુનીલ કુમાર, જમા ખાન, સંજય સિંહ ટાઈગર, અરુણ શંકર, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ, લખેન્દ્ર કુમાર રોશન, શ્રેયસી સિંહ, પ્રમોદ કુમાર, સંજય કુમાર, સંજય કુમાર સિંહ, અને દીપક પ્રકાશે મંત્રી પદના શપથ લીધા હતા.

નીતિશકુમારે કેબિનેટમાં પોતાની સાથે ભાજપ, જેડીયુ, એલજેપી-આર, એચએએમ અને આરએલએમના કુલ ૨૬ નેતાઓને મંત્રી બનાવ્યા છે. નીતિશ કેબિનેટમાં ભાજપના ૧૪, જેડીયુના ૮, લોજપા-આરના ૨, હમ અને રાલોમોના ૧-૧ મંત્રી બન્યા છે. આ ૨૬ મંત્રીઓમાં રાલોમો કોટાના દીપક પ્રકાશ કોઈ પણ સદનના સભ્ય નથી.
ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દીપક પ્રકાશને વિધાન પરિષદમાં લઈ જવામાં આવશે. જીતનરામ માંઝીએ પણ તેમના પુત્ર સંતોષ સુમનને હમ કોટામાંથી ફરી મંત્રી બનાવડાવ્યા છે. ચિરાગ પાસવાને મહુઆથી મુકેશ રૌશન તથા તેજ પ્રતાપ યાદવને હરાવનારા સંજયકુમાર સિંહ તથા બખરીથી સીપીઆઈને હરાવીને આવેલા સંજય પાસવાનને મંત્રી બનાવડાવ્યા છે.
નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA એ કુલ ૨૦૨ બેઠકો જીતી હતી. ભાજપે ૮૯ બેઠકો જીતી હતી. નીતિશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) ૮૫ બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ ૧૯ બેઠકો જીતી હતી. હિન્દુસ્તાની આવામ મોરચાએ પાંચ બેઠકો જીતી હતી, અને રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી હતી.
નીતિશકુમારની સાથે સાથે ભાજપ તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. પટણાના ગાંધી મેદાનમાં આ શપથ સમારોહનું આયોજન થયું. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને એનડીએ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી સહિત બિહારના અનેકજિલ્લાઓમાંથી લોકો પહોંચ્યા હતા.
નીતિશ કેબિનેટમાં સામેલ મંત્રીઓની પૂરી યાદી…..
- નીતિશકુમાર- મુખ્યમંત્રી- જેડીયુ
- સમ્રાટ ચૌધરી- નાયબ મુખ્યમંત્રી- ભાજપ
- વિજયકુમાર સિન્હા- નાયબ મુખ્યમંત્રી- ભાજપ
- વિજયકુમાર ચૌધરી- મંત્રી- જેડીયુ
- બિજેન્દ્ર પ્રસાદ યાદવ- મંત્રી – જેડીયુ
- શ્રવણકુમાર- મંત્રી- જેડીયુ
- મંગળ પાંડે- મંત્રી- ભાજપ
- દિલીપ જયસ્વાલ- મંત્રી- ભાજપ
- અશોક ચૌધરી- મંત્રી- જેડીયુ
- લેસી સિંહ- મંત્રી- જેડીયુ
- મદન સહની- મંત્રી- જેડીયુ
- નિતિન નવીન- મંત્રી- ભાજપ
- રામકૃપાલ યાદવ- મંત્રી- ભાજપ
- સંતોષ સુમન- મંત્રી- હમ
- સુનિલ કુમાર- મંત્રી- જેડીયુ
- મોહમ્મદ જમા ખાન- મંત્રી- જેડીયુ
- સંજય સિંહ ટાઈગર- મંત્રી- ભાજપ
- અરુણ શંકર પ્રસાદ- મંત્રી- ભાજપ
- સુરેન્દ્ર મહેતા- મંત્રી- ભાજપ
- નારાયણ પ્રસાદ- મંત્રી- ભાજપ
- રમા નિષાદ- મંત્રી ભાજપ-
- લખેન્દ્ર કુમાર રૌશન- મંત્રી- ભાજપ
- શ્રેયસી સિંહ- મંત્રી- ભાજપ
- પ્રમોદકુમાર- મંત્રી- ભાજપ
- સંજયકુમાર પાસવાન- મંત્રી- લોજપા-આર
- સંજયકુમાર સિંહ- લોજપા-આર
- દીપક પ્રકાશ- રાલોમો