Last Updated on by Sampurna Samachar
ઉબરે તેની યુટ્યુબ જાહેરાતમાં તેના ટ્રેડમાર્કનું અપમાન કર્યું
ROYALLY CHALLENGED બેંગલુરુ શબ્દ પર વાંધો ઉઠાવવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઉબેર મોટો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. RCB એ આરોપ લગાવ્યો છે કે ઉબરે તેની યુટ્યુબ જાહેરાતમાં તેના ટ્રેડમાર્કનો અપમાન કર્યું છે, જેમાં ક્રિકેટર ટ્રેવિસ હેડ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમે છે.
દિલ્હી હાઈકોર્ટે વચગાળાના મનાઈ હુકમની માંગણી કરતી RCB ની અરજી પર પોતાનો ર્નિણય અનામત રાખ્યો છે. UBER MOO AND BADDIES IN BENGALURU FT. TRAVIS HEAD સામે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જાહેરાતમાં વપરાયેલ ROYALLY CHALLENGED બેંગલુરુ શબ્દ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
મેનેજમેન્ટને આ જાહેરાત પસંદ આવી નથી
RCB એ દલીલ કરી છે કે ઉબેર મોટો સનરાઈઝર્સ હૈદરાબાદનું કોમર્શિયલ સ્પોન્સર હોવાને કારણે RCB ના ટ્રેડમાર્ક અથવા ભ્રામક સમાન સંસ્કરણનો ઉપયોગ કરી શકતું નથી. દાવાને વ્યર્થ ગણાવતા ઉબેરના વકીલોએ મનાઈ હુકમ સામે દલીલ કરી, કહ્યું કે જાહેરાત કોમર્શિયલ મુક્ત ભાષણ હેઠળ આવે છે અને તેને મનાઈ હુકમ આપી શકાય તેમ નથી.
દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કરતા વકીલ શ્વેતા મજુમદારે કહ્યું, જાહેરાત કરવાની લાખો રીતો હતી. તેઓએ અમારા ટ્રેડમાર્કનો ઉપયોગ શા માટે કર્યો ? અને આ માટે એવા વ્યક્તિની મદદ લીધી છે જે અગાઉ અમારી સાથે હતો.
ઉબેરની આ જાહેરાતમાં ટ્રેવિસ હેડને હૈદરાબાદી કહેવામાં આવ્યો છે. ટ્રેવિસ હેડ સફેદ શર્ટ અને સોનાની હેવી ચેન પહેરેલી જોવા મળે છે. એક સીનમાં હેડ અને તેની ગેંગ બેંગલુરુ વિરુદ્ધ હૈદરાબાદ મેચ પહેલા સ્ટેડિયમમાં પ્રવેશતા જોવા મળે છે. આ પછી તે સ્પ્રે કેનનો ઉપયોગ કરીને સાઈનબોર્ડ પર લખેલા બેંગલુરુ વિ હૈદરાબાદ વાક્યને રોયલી ચેલેન્જ્ડ બેંગલુરુ વિ હૈદરાબાદમાં બદલી નાખે છે. આ કારણે મેનેજમેન્ટને આ જાહેરાત પસંદ આવી નથી. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ૫૪ મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. હેડ IPL માં પણ RCB નું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.