Last Updated on by Sampurna Samachar
ફેબ્રુઆરી ૨૦૨૩ થી રેપો રેટ ૬.૫% પર સ્થિર હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટ અંગે મોટો ર્નિણય લીધો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ માહિતી આપતાં કહ્યું કે RBI રેપો રેટમાં ૦.૨૫% ટકાનો ઘટાડો કરી રહી છે. એટલે કે હવે રેપો રેટ ઘટીને ૬.૫૦%થી ૬.૨૫% થઈ જશે.
આ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૩ થી રેપો રેટને ૬.૫% પર સ્થિર રાખવામાં આવ્યો છે. જેમાં કોઈ ફેરફાર કરાયા નહોતા. છેલ્લે ૨૦૨૦ માં કોરોના મહામારી વખતે રેપો રેટમાં ઘટાડો કરાયો હતો પણ તેના પછી ધીમે ધીમે તેને વધારીને ૬.૫૦% કરી દેવાયો હતો.
જો કોઈએ ૨૦ લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ ૮.૫ ટકા હોય અને મુદત ૨૦ વર્ષ માટે હોય, તો ૧૭,૩૫૬ રૂપિયા હશે, પરંતુ વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા પછી, લોનનો વ્યાજ દર ૮.૨૫ ટકા થઈ જશે. તેના આધારે ૨૦ લાખ રૂપિયાની લોન પર માસિક તરીકે માત્ર ૧૭,૦૪૧ રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને ૩૧૫ રૂપિયાની બચત થશે.