Last Updated on by Sampurna Samachar
રૂ.૧૦ હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં ૧ કલાકનો વિલંબ!
ધારો કે તમે ૧૨ હજારનું પેમેન્ટ કર્યું, તો બેલેન્સ તમારા ખાતામાંથી કપાઈ જશે, પરંતુ પૈસા એક કલાક સુધીતમારી બેંક પાસે જ રહેશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ઓનલાઇન ફ્રોડ રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક કડક પગલાં લીધા છે, જેને ૫–પોઇન્ટસેફ્ટી પ્લાન કહેવામાં આવી રહ્યો છે. જો કે હાલમાં આ માત્ર પ્રસ્તાવિત છે. હજુ અમલમાં આવ્યા નથી. આપ્લાનમાં કિલ સ્વિચથી લઈને પેમેન્ટ પ્રક્રિયામાં એક કલાકના વિલંબ જેવી જોગવાઈઓ સામેલ છે.

આ નિયમોકેમ લાવવામાં આવી રહ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટના આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫માં ૨૮ લાખડિજિટલ ફ્રોડ થયા હતા. સામાન્ય નાગરિકોના બેંક ખાતામાંથી અંદાજે ૨૨,૯૩૧ કરોડ રૂપિયાની ચોરી કરવામાંઆવી હતી.
શું છે ૫ માસ્ટર પ્લાન?
નોંધનીય બાબત છે કે, આ છેતરપિંડીમાં ૯૮ ટકાથી વધુ હિસ્સો ૧૦ હજાર રૂપિયાથી ઉપરનીરકમનો હતો. તેથી રિઝર્વ બેંક હવે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની સાથે તેની સુરક્ષા પર પણ ખાસધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
કિલ સ્વિચ: જો યુઝરને લાગે કે તેની સાથે કોઈ છેતરપિંડી થઈ છે અથવા થઈ શકે છે, તો તે સિંગલ ક્લિકદ્વારા તેના તમામ એકાઉન્ટ્સના ડિજિટલ પેમેન્ટ મોડ્સ તાત્કાલિક બંધ કરી શકે છે. એટલે કે એક જ ક્લિક પર UPI નેટ બેંકિંગ અને કાર્ડ્સ સુરક્ષિત કરી શકાશે.
કલાકનો વેટિંગ પીરિયડ: ૧૦ હજારથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન પર હવે એક કલાકનો વેટિંગ પીરિયડ રહેશે. ધારો કે તમે ૧૨ હજારનું પેમેન્ટ કર્યું, તો બેલેન્સ તમારા ખાતામાંથી કપાઈ જશે, પરંતુ પૈસા એક કલાક સુધીતમારી બેંક પાસે જ રહેશે. આ દરમિયાન જો તમને લાગે કે પેમેન્ટ ભૂલથી થયું છે કે ફ્રોડના કારણે, તો તમેબેંકને જાણ કરી શકો છો. આમ કરવાથી ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જશે.
વરિષ્ઠ નાગરિકો માટે ટ્રસ્ટેડ પર્સન (૭૦+ વર્ષ): ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને છેતરપિંડીથી બચાવવા માટે ટ્રસ્ટેડ પર્સનનો એક કોન્સેપ્ટ રજૂ કર્યો છે. મોટા ટ્રાન્ઝેક્શન માટે આ ગ્રાહકોએ તેમનાકોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ દ્વારા ઓથેન્ટિકેશન કે વેરિફિકેશન કરાવવું ફરજિયાત બની શકે છે. આનાથીસોશિયલ એન્જિનિયરિંગ દ્વારા થતી ઠગાઈ અટકશે.
શેડો ક્રેડિટ: ઠગ લોકો અવારનવાર બીજાના નામે ખોલાવેલા નકલી ખાતા ઉપયોગ કરેછે. હવે રિઝર્વ બેંક દર વર્ષની ક્રેડિટ લિમિટ નક્કી કરવા પર વિચાર કરી રહી છે. જો કોઈ ખાતામાં અચાનકનિર્ધારિત મર્યાદા કરતા વધુ પૈસા આવે છે, તો તેને શેડો ક્રેડિટમાં રાખવામાં આવશે. એટલે કે, પૈસા ખાતામાં તોદેખાશે પણ ગ્રાહક તેને ત્યાં સુધી ઉપાડી નહીં શકે જ્યાં સુધી તે બેંકને પૈસાનો સાચો સ્ત્રોત ન બતાવે.
મલ્ટી–ફેક્ટર ઓથેન્ટિકેશન (સ્હ્લછ): હવે માત્ર OTP પૂરતો રહેશે નહીં. RBI સૂચન કર્યું છે કે હાઈ–વેલ્યુટ્રાન્ઝેક્શન માટે બાયોમેટ્રિક્સ, પિન અથવા સેફ્ટી ટોકન જેવા લેયર્સ જરૂરી બનાવવામાં આવે. સિસ્ટમ એ પણતપાસશે કે લેવડ–દેવડ કોઈ નવા ડિવાઈસથી થઈ રહી છે કે જૂના ભરોસાપાત્ર ડિવાઈસથી