Last Updated on by Sampurna Samachar
RBI રેપો રેટ ૫.૫૦ ટકા પર રહેશે
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ ઓગસ્ટની પોલિસી બેઠકમાં આવો જ ર્નિણય લીધો છે. સતત ત્રણ વખત વ્યાજ દર ઘટાડ્યા પછી RBI MPC એ આ વખતે દર ઘટાડાને સ્થિર કરવાનો ર્નિણય લીધો છે.
વાસ્તવમાં ટ્રમ્પે જે રીતે ભારત પર ટેરિફ લાદ્યા છે અને ટેરિફ વધારવાની ધમકી આપી રહ્યા છે. તેની સ્પષ્ટ અસર નીતિગત ર્નિણયોમાં જોવા મળી હતી. જોકે, ચાલુ કેલેન્ડર વર્ષમાં RBI MPC એ પહેલાથી જ નીતિગત દરમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. જૂન મહિનામાં વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓગસ્ટની નીતિગત બેઠકમાં RBI વ્યાજદરમાં કોઈ ફેરફાર કરશે નહીં. RBI MPC એ નીતિગત બેઠકમાં કયા પ્રકારના ર્નિણયો લીધા છે?
તહેવારોમાં ખિસ્સા પર કોઈ વધારાનો બોજો પડશે નહીં
RBI MPC ના ર્નિણયોની જાહેરાત કરતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ થયો કે RBI રેપો રેટ ૫.૫૦ ટકા પર રહેશે. જોકે, ઘણા સર્વેમાં આ આગાહી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે RBI એ રેપો રેટમાં ૧ ટકાનો ઘટાડો કર્યો છે.
અગાઉ, RBI ગવર્નરે ફેબ્રુઆરી મહિનામાં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. એપ્રિલ મહિનામાં પણ RBI MPC એ વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. જૂન પોલિસી મીટિંગમાં RBI એ વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો મોટો ઘટાડો કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આ વખતે બહુ ઓછા લોકો રેટમાં ઘટાડા વિશે વાત કરી રહ્યા હતા.
મોટાભાગના નિષ્ણાતો માનતા હતા કે RBI MPC વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરશે નહીં. સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે વર્તમાન સંજાેગોને ધ્યાનમાં રાખીને નાણાકીય નીતિ સમિતિએ રેપો રેટ સ્થિર રાખવાનો ર્નિણય લીધો છે. તેમણે કહ્યું કે દેશમાં ચોમાસુ સારી રીતે આગળ વધી રહ્યું છે, જે અર્થતંત્રને વેગ આપશે. આ સાથે ભારતીય રિઝર્વ બેંકે SDF (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) રેટને ૫.૨૫ ટકા પર સ્થિર રાખવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત MSF (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી) દરને કોઈપણ ફેરફાર વિના ૫.૭૫ ટકા પર સ્થિર રાખવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો છે.
હોમ લોન અને ઓટો લોનધારકોને વ્યાજના દર યથાવત રાખવાનો લાભ થયો છે. રેપો રેટમાં RBI એ અગાઉ ૧૦૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હોવાથી નીચા ધિરાણ દરો પર લોન મેળવી રહ્યા છે. જેથી તહેવારોમાં ખિસ્સા પર કોઈ વધારાનો બોજો પડશે નહીં.