Last Updated on by Sampurna Samachar
આધેડે એક જીવંત તારને અડકતા તે પલવારમાં આગનો ગોળો બની ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના રાયગડા રેલવે સ્ટેશન પર એક દર્દનાક ઘટના સામે આવી છે. માલગાડી પર ચડેલો શખ્સ હાઈ વોલ્ટેજ કરંટના તારને અડી ગયો અને પળવારમાં આગનો ગોળો બનીને નીચે પડી ગયો. ભયંકર રીતે દાઝી જવાના કારણે આ શખ્સનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થઈ ગયું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મૃતકની ઓળખાણ નરસિંહ કાંડા તરીકે થઈ છે. જેની ઉંમર ૫૫ વર્ષની હોવાનું કહેવાય છે. જે ઓડિશાના નુઆપાડા જિલ્લાના બદનાલા ગામનો રહેવાસી હતો. જાણકારી અનુસાર, નરસિંહ કાંડા પોતાના પરિવાર સાથે સિકંદરપુરમાં મજૂરી કામ કરવા આવ્યો હતો. સ્વાસ્થ્ય નબળું રહેવાના કારણે તેણે ઘરે પરત ફરવાનો ર્નિણય લીધો.
જ્યારે આધેડે પ્લેફોર્મ નંબર ૫ પર એક માલગાડી ટ્રેનના ડબ્બા પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો. આ દરમ્યાન અમુક લોકોએ તેને ચેતવણી પણ આપી હતી. પણ તે ઉપર પડ્યો. નરસિંહ જેવો માલગાડી પર ચડ્યો અને તેનો હાથ એક જીવંત તાર પર અડી ગયો. જેનાથી તેને જબરદસ્ત કરંટ લાગ્યો. આ ઘટના બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. રેલવે સુરક્ષા દળના અધિકારીઓએ તરત તેની મદદ કરી અને રાયગડા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો જોકે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થઈ ગયું. જીઆરપીએ તેનો મોબાઈલ લઈ લીધો અને તેમના પરિવારને આ દુખદ ઘટના વિશે જાણ કરી.