Last Updated on by Sampurna Samachar
૧ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલમાં આવશે
કેન્દ્ર સરકારનું મહત્ત્વનું પગલું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઊર્જા સંરક્ષણ અને ગ્રીન કિચન બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારનું મહત્ત્વનું પગલું ભરતાં હવે ગેસની સગડી માટે એર કંડિશનર અને અન્ય વિદ્યુત ઉપકરણોની જેમ ગેસ સ્ટવ માટે ઊર્જા કાર્યક્ષમતાના ધોરણો ફરજિયાત કરી દીધા છે. એટલે કે, જે રીતે એસી માટે સ્ટાર રેટિંગ ફરજિયાત છે, તે રીતે હવે LPG ગેસ સગડી માટે પણ રેટિંગ સ્ટાર ફરજિયાત કરી દીધા છે.
મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા ઘરેલું LPG સ્ટવ માટે નવા ફરજિયાત ઊર્જા વપરાશ ધોરણોને સૂચિત કર્યા છે. જે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલમાં આવશે. ઊર્જા સંરક્ષણ અધિનિયમ, ૨૦૦૧ હેઠળ જારી કરવામાં આવેલા આ આદેશ, ઘરેલું ઊર્જા કાર્યક્ષમતા સુધારવા માટે ચાલી રહેલી કોશિશનો એક ભાગ છે. તે સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
૧ થી ૫ સ્ટાર સુધીના સ્ટાર રેટિંગનો સમાવેશ
સૂચનામાં કહેવામાં આવ્યું કે, ભારતમાં ઉપયોગમાં લેવાતાં તમામ ઘરેલું LPG સગડી, ભલે પછી તે આયાત કરવામાં આવેલી હોય કે ન હોય, તે તમામને ભારતીય માનક (IS) ૪૨૪૬માં પરિભાષિત થર્મલ કાર્યક્ષમતા ધોરણોનું પાલન કરવું જરુરી છે. આ આદેશો ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE) સાથે પરામર્શની સલાહ બાદ જારી કરવામાં આવ્યા છે અને થર્મલ કાર્યક્ષમતા દર્શાવવા માટે સગડી પર સ્ટાર લેબલિંગ કરવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
નવી લેબલિંગ યોજનામાં LPG સગડીની થર્મલ કાર્યક્ષમતાના આધારે ૧થી ૫ સ્ટાર સુધીના સ્ટાર રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેટિંગ ચાર્ટમાં નીચેના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
૧ સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા =૬૮% અને ન્ક૭૦%
૨ સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા: =૭૦% અને ન્ક૭૨%.
૩ સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા: =૭૨% અને ન્ક૭૪%
૪ સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા: =૭૪% અને ન્ક૭૬% અને
૫ સ્ટારવાળી સગડીની કાર્યક્ષમતા: =૭૬%.
અધિસૂચનામાં જણાવ્યા પ્રમાણે સ્ટાર રેટિંગ માહિતી દરેક ઉપકરણ પર એક અધિકૃત લેબલના માધ્યમથી સ્ટાર રેટિંગની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે, જેથી ગ્રાહકો વિવિધ સગડીના મોડેલોની ઊર્જા પ્રદર્શનની સરળતાથી તુલના કરી શકે. લેબલિંગ સમયગાળો ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૮ સુધી માન્ય રહેશે, ત્યારબાદ જો જરૂરી હોય તો દર બે વર્ષે કે તે પહેલાં તેની સમીક્ષા કરવામાં આવશે.