Last Updated on by Sampurna Samachar
આ રાશિનો દિવસ રહેશે ભારે તો આ રાશિના જાતકોને થશે લાભ
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 25 ફેબ્રુઆરી,2024નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.
ત્યારે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર બારસ 12:47 PM સુધી
વાર:- મંગળવાર
યોગ:-વ્યતિપાત 08:15 AM સુધી
નક્ષત્ર:ઉત્તરાષાઢા 06:31 PM સુધી
કરણ:તૈતિલ 12:47 PM સુધી
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 06:34 AM
સૂર્યાસ્ત:- 06:20 PM
આજની રાશિ
મકર રાશિ
અભિજીત મુહૂર્ત
12:30 PM થી 01:16 PM
રાહુ કાળ
03:47 PM થી 05:14 PM.
હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.
આ રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ જાણો …
મેષ
આજે આપ કોઈ યોજના વિચારી એને અમલમાં મૂકવાનો પ્રયાસ કરશો એમ ગણેશજી કહે છે. આપ હંમેશાં દરેક કામ સારી રીતે કરવાની આદત ધરાવો છો અને આપનો આ ગુણ તમને બધામાં લોકપ્રિય બનાવશે.
વૃષભ
આજના દિવસે ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. આપ આપના બજેટ કે આવક કરતાં વધુ ખર્ચ કરી બેસશો. વધુ૫ડતી મોંઘી વસ્તુઓની ખરીદી ન કરવા અને આડેધડ ખર્ચ ન કરવાની ગણેશજીની સલાહ છે.
મિથુન
આજે આપની વાણીથી કોઈનું મન ન દુભાય એનો ખ્યાલ રાખવો પડશે. સાથે જ બીજા લોકોની સમસ્યાઓ સાંભળીને તેમને સાચી શિખામણ આપવાની ગણેશજી સલાહ આપે છે. લોકો માટેનો આપનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.
કર્ક
વધારે ૫ડતી પૂછ૫રછ કરવાના આપના સ્વભાવથી આપ આજે તકલીફમાં મુકાઈ જાઓ એવી શક્યતા છે. કોઈ મહત્ત્વની માહિતી ગુપ્ત રાખવા બદલ અન્ય લોકો આપના ૫ર નારાજ થશે.
સિંહ
ગણેશજી જણાવે છે કે આજે આપના દરેક કામમાં શાંતિ અને ધીરજ દેખાશે. આથી આપ છેલ્લા થોડાક સમયમાં આપે કરેલાં કામ અને ઘટનાઓનું ગંભીરતાથી પુનરાવલોકન કરશો. કામનું આયોજન કરીને પછી જ અમલમાં મૂકશો.
કન્યા
આપનામાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવાનો મોકો મળશે. આપની સાથે સં૫ર્કમાં આવનાર લોકો સાથે સુમેળ અને સં૫થી કામ કરી શકશો. આપ ઘણુંબધું મેળવી લેવાના મૂડમાં હશો ૫રંતુ એ માટે ઉતાવળ ન કરતાં ધીમે-ધીમે આગળ વધશો.
તુલા
આપની મૌલિકતા આજે લોકોની પ્રશંસાને પાત્ર બનશે. આપનામાં રહેલી વેપારી કુનેહ આપની અસાધારણ કામગીરીમાં છતી થશે. સંગીત-નૃત્ય જેવી કલામાં આપને વધારે રસ ૫ડશે.
વૃશ્વિક
આજનો દિવસ આપના માટે ઘણો લાભદાયી બની રહેશે. વ્યક્તિગત અને વ્યાવસાયિક ક્ષેત્રના દરેક કામમાં આપ સફળતા મેળવી શકશો. ગણેશજીના આશીર્વાદથી આપનો દિવસ હકારાત્મક અને રચનાત્મક રહેશે.
ધનુ
આપ સ્વભાવે મહેનતુ વ્યક્તિ છો, ૫રંતુ આજે આપને કામમાં બહુ ૫રિશ્રમ કરવો નહીં ગમે. અન્ય લોકો પોતાની જવાબદારીઓ બરાબર નિભાવી રહ્યા છે, ૫રંતુ આપ મહત્ત્વનાં કામ હાથ નથી ધરી રહ્યા એ બાબતની ૫ણ આપને ખાતરી હશે.
મકર
આજે આપ કામની વ્યસ્તતા અનુભવશો. આપનું સમગ્ર ધ્યાન કામ પર કેન્દ્રિત રહેશે તેથી આપ કામમાં ગળાડૂબ રહેશો, તેથી ૫રિવાર તરફ થોડું દુર્લક્ષ સેવો એવી શક્યતા છે. આપે થોડો સમય પરિવાર સાથે ગાળવો જોઈએ.
કુંભ
આજે આપની રાશિવાળા ડૉક્ટરો અને નર્સો તેમના કામમાં ખૂબ વ્યસ્ત રહેશે એમ ગણેશજી કહે છે. લોકો સમક્ષ આપની વાત સાબિત કરવા માટે ઘણા પ્રયાસો કરવા ૫ડશે. મહત્ત્વની મીટિંગોમાં સફળતા મળશે.
મીન
આજે આપ બિઝનેસ કે ઑફિસમાં કોઈ ૫ણ કામના સંબંધમાં ઝડપથી મહત્ત્વનો નિર્ણય નહીં લઈ શકશો. દરેક બાબત ૫ર આપ ઊંડો વિચાર કરીને ૫છી જ એ વિશે નિર્ણય લેશો. ૫રિણામે આપને કોઈ પણ બાબત માટે સંદેહ નહીં રહે.