Last Updated on by Sampurna Samachar
મહિલાએ લગભગ અઢી વર્ષ પહેલા ડિંડોલીના પુરૂષ સાથે કરી મિત્રતા
બ્લેકમેલિંગ કરી મહિલાનુ કર્યુ શોષણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના સુરતમાં એક પરિણીત મહિલા સાથે મિત્રતા કરી તેને બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મામલામાં આરોપીએ મહિલાને હોળીના દિવસે ઠંડાઈમાં ભાંગ મિક્સ કરી પીવળાવી દીધી. મહિલા બેભાન થઈ તો તેની સાથે દુષ્કર્મ કર્યું. આ દરમિયાન આરોપીએ વીડિયો પણ બનાવી લીધો અને બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાનું બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું.
આ મામલો સુરતના ડિંડોલીનો છે. એક પરિણીત મહિલાએ લગભગ અઢી વર્ષ પહેલા ડિંડોલીના માધવ રેસિડેન્સીમાં રહેતા પ્રવીણ રણજીતભાઈ પવાર સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ, હોળીના તહેવાર દરમિયાન, આરોપીએ તેણીને ઠંડુ પીણું આપ્યું. તેના પર વિશ્વાસ કરીને, તેણીએ ઠંડાઈ પીધી હતી.
મહિલાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આરોપીએ ઠંડાઈમાં ભાંગ મિક્સ કરી હતી, જેના કારણે મહિલા બેભાન થઈ ગઈ. ત્યારબાદ આરોપીએ બેભાન પડેલી મહિલા સાથે દુષ્કર્મ કર્યું અને તેનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. બાદમાં આરોપી મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો અને તેને બ્લેકમેલ કરવા લાગ્યો.
આરોપીએ મહિલાનું બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું. ત્યારબાદ તેણે મહિલા પાસેથી ૧૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા, જેમાં ૩.૭૦ લાખ રૂપિયા રોકડા અને ૧૦.૩૦ લાખ રૂપિયાના ઘરેણાં સામેલ છે. આ બ્લેકમેલિંગ દરમિયાન આરોપી મહિલાને વેસૂ, અલથાણની હોટલ્સ અને દમણ લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો.
આખરે, આરોપીના બ્લેકમેઇલિંગથી કંટાળી ગયેલી મહિલાએ તેના પતિને સત્ય જણાવ્યું. આ બાબતની જાણ થતાં પતિ ચોંકી ગયો. ત્યારબાદ મહિલાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જ્યાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.